બેંગાલુરૂમાં આયોજિત એર શોમાં ભારતમાં બનેલા તેજસ વિમાને આકાશી ઉડાન ભરી. આ વિમાનમાં આર્મી ચીફ જનરલ બિપીન રાવત સવાર થયા અને પહેલી ઉડાન ભરી. સ્વદેશી વિમાન તેજસને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને મંજૂરી આપી છે. તેજસને ડીઆઈડીના એરોનોટિકલ ડેવલોપમેન્ટે ડીઝાઈન કર્યુ છે. તેજસની પહેલી કલ્પના 1983માં કરવામાં આવી હતી. જે બાદ 1993માં તેજસ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતું.
Chief of the Army Staff General Bipin Rawat waves as he is about to take off for a sortie in the indigenous Light Combat Aircraft – Tejas in Bengaluru. pic.twitter.com/gdQ4vUnEWB
— ANI (@ANI) February 21, 2019
આ વિમાનને હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડે તૈયાર કર્યુ છે. ભારતીય વાયુ સેનાએ એચએએલને 40 તેજસ વિમાનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 14 વિમાનને તૈયાર પણ કરી દેવામાં આવ્યા છે.
100થી વધુ વિમાન લઈ રહ્યા છે ભાગ…
24 ફેબ્રુઆરી સુધી ચાલવા વાળો એર ઈન્ડિયા 2019 શોમાં દુનિયા ભરથી 100 વિમાન શામેલ થવાના છે. તેમાં અમેરિકાની બોઈંગથી લઈને ફ્રાસના રાફેલ વિમાન સુધીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એ 330-900, એરબસ સી 295, એચ145 હેલિકોપ્ટર અને એરબસ એચ 135 જેવા વિમાન પણ શોમાં પોતાનું ટેલેન્ટ દર્શાવશે.
Chief of the Army Staff General Bipin Rawat: Flight in LCA Tejas was an experience of a lifetime. From what I could witness, avionics are very good, it's targeting is very good. It's a wonderful aircraft if it gets added to inventory it will increase our air power. pic.twitter.com/WwUcFC6ekT
— ANI (@ANI) February 21, 2019
એર શો પહેલા થઈ હતી દુર્ગટના…
બેંગાલુરૂમા એર શો દરમ્યાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી વાયુ સેનાનું વિમાન સૂર્ય કિરણ ક્રેશ થયું હતું. યેલાહંકા એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. 27મી મે, 1996માં સૂર્યકિરણ વિમાનની ટીમની રચના કરવામાં આવી હતી.
2015માં સુર્યકિરણને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂર્ય કિરણે શ્રીલંકાથી સિંગાપુર સુધી 450 જેટલા એરશો કર્યા છે. આ વિમાનનું નિર્માણ એચએએલ દ્વારા કરવામાં આવ્યુ હતું. સૂર્ય કિરણની ગતિ 400થી 500 કિમી પ્રતિ કલાક હતી.
જોકે, સદનસિબે વિમાનમાં સવાર બન્ને પાયલોટનો બચાવ થયો હતો. ત્યારે એર શોની પ્રેક્ટિસ દરમ્યાન બન્ને વિમાન આમને સામને આવી જતા ટકરાયા હતા. જેથી આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી.
મહત્વપૂર્ણ છે કે, બેંગાલુરૂમાં દ્વિતિય વાર્ષિક એર શો 20થી 24મી ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. એર શોમાં એરોસ્પેસના ઉત્પાદકો રજૂ કરવામાં આવશે. આ એરશો પણ તમામની નજર મંડાયેલી છે કેમ કે, આ એર શોમાં રફાલ વિમાન પણ રજૂ થવાનું છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તમને જણાવી દઇએ કે આ ઘટના યેલહંરામાં ચાલી રહેલા એર શો માં ઘટી હતી. જ્યાં સૂર્યકિરણ સામસામે ટકારાઈ ગયા હતા. ઉડતાંની સાથે જ આ દુર્ઘટના ઘટી હતી.
Read Also
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ‘બસ 2 સેકન્ડની ભૂલથી નિષ્ફળ રહ્યુ SSLV રોકેટ’, જાણો ISRO ચીફે શું કહ્યુ?
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર