GSTV
Home » News » ‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળ પહોચેલા ફાયર બ્રાંડ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને લઈને લોકોમાં ઉત્સાહ છે. યોગીનું માનવું છે કે બીજા રાજ્યની સાથે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપના પક્ષમાં મતદાન થશે. બહરામપુર, વર્ધમાન, અને શ્રીરામપુરની રેલીમાં આકરા તડકામાં પણ આવેલા લોકોને જોઈને યોગી કહ્યું- પશ્ચિમ બંગાળ અને ઓરિસાના પરિણામ બધાને ચોકાવશે. પીએમ મોદીનુ્ નેતૃત્વ અને તેમના કામની પ્રશંસા કરવામા્ં આવી રહી છે.

તેમણે કહ્યું, ભાજપ સરકારના પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે પડે છે, યોગીએ દાવો કર્યો કે ઉત્તરપ્રદેશમાં 74 પ્લસ સીટો પ્રાપ્ત કરશે અને દેશમા્ એનડીએને 400થી વધારે સીટો મળશે. વિશેષ વિમાનમાં સોમવારે મુખ્યમંત્રીએ વિભન્ન મુદ્દાઓ પર ખુલીને જવાબ આપ્યા હતા.

મુખ્યમંત્રી યોગીએ અલી અને બજરગબલી જેવા નિવેદનો ઉપર ચૂંટણી આયોગની કાર્યવાહી ઉપર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે. આયોગને કોઈ માટે પાર્ટી બનવું જોઈએ નહી. મે કાઈપણ ખોટું કહ્યું ન હતું. આયોગે તેમની પર કાર્યવાહી કરવી જોઈએ જેઓ જાતિ અને ધર્મના નામે મત માગવાની રાજનીતિ કરે છે અને લોકો ભડકાવે છે. બજરંગબલી ઉપર અમને પૂર્ણ વિશ્વાસ અને આસ્થા છે. જેને વ્યક્ત કરતા અમને કોઈ રોકી નહી શકે. આ અમારી સનાતન પરંપરા છે. સંભલમાં પણ મે જે નિવેદન આપ્યું હતું તેમા પણ કઈ ખોટું ન હતું. ત્યાના ઉમેદવાર મારી સાથે સંસદમાં રહ્યા છે.

તેમણે સંસદમાં વંદેમાતરમ ગાવાની ના કહી હતી. આગળના દિવસે સંસદમાં મને મળ્યા તો મે પુછ્યું, તમે આવું શા માટે કર્યું, આખરે તમારા પૂર્વજ કોણ છે. આના પર તેમણે પોતાને બાબરના વંશજ ગણાવ્યા. એટલા માટે મે કોઈ ખોટી વાત નથી કરી. અમારી વ્યક્તિગત વાતચીતમાં કોઈને સમસ્યા ન હોવી જોઈએ.

READ ALSO

Related posts

નવરાત્રી બાદ હવે દિવાળીમાં વિલન બનશે વરસાદ, આ બે તારીખે ભારે વરસાદની આગાહી

Arohi

બંધ તૂટવાના કારણે સોનાની ખાણમાં કામ કરતાં 15 મજૂરોના મોત

Mayur

ભારતમાં જે બ્રેડ 35 રૂપિયાની વેચાય છે તે આર્થિક સમસ્યાના કારણે આ દેશમાં 1065 રૂપિયાની થઈ ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!