GSTV
Home » News » ખેડૂતો માટે ખુશખબર : આવતીકાલે દિલ્હીમાં હાઈપાવર્ડ કમિટીની બેઠક, રૂપાણી પણ પહોંચશે

ખેડૂતો માટે ખુશખબર : આવતીકાલે દિલ્હીમાં હાઈપાવર્ડ કમિટીની બેઠક, રૂપાણી પણ પહોંચશે

દેશમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વર્ષ 2022માં ડબલ થાય માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ બજેટ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી કે, આ બજેટ કૃષિને એક નવી દિશા આપશે. જોકે, સરકારના પ્રયત્નો હજુ સુધી તો સફળ રહ્યાં નથી. ખેડૂતોને આજે પણ પાકના ભાવ મળી રહ્યાં નથી તો ખેડૂતોની આવક ડબલ થવાનો સવાલ જ નથી. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો સરકારે 12થી 13 ટકાના દરે કૃષિક્ષેત્રનો વિકાસ કરવો પડે જે શક્ય નથી. સરકારે બાગાયત, પશુપાલન અને ડેરીક્ષેત્રને પણ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. આવતી કાલે દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠક છે. જેમાં હાજર રહેવા માટે સીએમ રૂપાણી એક ટીમ લઇને દિલ્હી જઈ રહ્યાં છે. ખેડૂતો માટે સારી બાબત એ છે કે, સરકાર આ દિશામાં વીચારી રહી હોવાથી કોઈ સારા નિર્ણયો લેવાશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કર્ણાટકના કુમાર સ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી નરેન્દ્રસિંગ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચંદ સભ્ય સચિવ છે.

મુખ્યમંત્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે. સરકાર આ બાબતે અતિ સક્રિય બની છે. ગુરૂવારે સવારે ૧૧ કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન છે. રૂપાણી સાથે મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ દિલ્હીમાં હાજર રહેશે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ સારી નથી. ખેડૂતોના અનેક પ્રશ્નો મામલે આવતીકાલે દિલ્હીમાં ચર્ચા થવાની સંભાવના છે. સરકાર કૃષિક્ષેત્રમાં આગામી દિવસોમાં નવા ફેરફારો કરી શકે છે.

Related posts

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે 10 મહિલાઓના કપડાં ઉતરાવાયા

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દિકરી ઈવાંકા પણ આવશે ભારત, જમાઈ છે પ્રતિનિધિમંડળનો ભાગ

Arohi

સોનિયા અને રાહુલ ટૂંક સમયમાં ભારતના નાગરિક નહીં રહે, ફાઈલ અમિત શાહના ટેબલ પર છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!