GSTV
Home » News » આજથી રાજ્યભરમાં એકતા યાત્રાનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રથનું કરવાશે પ્રસ્થાન

આજથી રાજ્યભરમાં એકતા યાત્રાનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રથનું કરવાશે પ્રસ્થાન

નર્મદામાં સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુના લોકાર્પણને યાદગાર બનાવવા તેમજ સરદાર પટેલના એકતા અને અખંડિતતાના મંત્રને ઘરે-ઘરે ગૂંજતો કરવા આજથી રાજ્યભરમાં એકતા યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાજ્યના 10 હજારથી વધુ ગામોમાં 50થી વધુ એકતા રથ પરિભ્રમણ કરી સરદાર પટેલના એકતા અને અખંડિતતાનો સંદેશો ફેલાવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીથી એકતા યાત્રાના રથને પ્રસ્થાન કરવાશે. જ્યારે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરમસદમાં ઉપસ્થિત રહી યાત્રાનો પ્રારંભ કરાવશે. આ એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 20 થી 29 ઓક્ટોબર દરમ્યાન 4 ઝોનમાં એકતા યાત્રા નીકળશે. પ્રથમ તબક્કા અંતર્ગત 5 હજાર ગામોને આવરી લેવામાં આવશે. જ્યારે કે બીજો તબક્કો 12 થી 21 નવેમ્બર દરમ્યાન યોજાશે.

બીજા તબક્કામાં બાકીના 5 હજાર ગામમાં એકતા રથ પરિભ્રમણ કરશે. રાજ્ય સરકારના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં એકતા યાત્રાનો પ્રારંભ કરાવશે. એકતા રથમાં સરદારની પ્રતિમા રહેશે. તેમજ એલઈડી સ્ક્રીન પરથી સરદારના જીવન-કવનને આવરી લેતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની ટેલિફિલ્મ દર્શાવવામાં આવશે. જે-તે ગામમાં આગમન વખતે એકતા યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાશે. સાથે જ નાગરિકોને એકતાના શપથ ગ્રહણ કરાવાશે. રથના આગમન સમયે ધાર્મિક ગુરૂઓ, શિક્ષકો, પંચાયતના સભ્યો, તેમજ સહકારી અને દૂધ મંડળીના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. એકતા રથ જે ગામમાં રાત્રી રોકાણ કરશે ત્યાં જાહેર સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

 

Related posts

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

Mayur

કોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ

Mayur

RBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!