GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મનોહરલાલ ખટ્ટર બાદ CM ત્રિવેન્દ્રસિંહ રાવત પણ તાડુક્યા, કહ્યું- ઉત્તરાખંડમાં પણ લાગુ કરાશે NRC

ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મોટું નિવેદન આપીને બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું છે. સીએમ રાવતે કહ્યું કે ઉત્તરાખંડમાં પણ એનઆરસી લાગુ થશે. તમને જણાવી દઇએ કે ઉત્તરાખંડ વ્યૂહાત્મક રીતે ખુબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. કારણ કે તેની સીમાઓ ચીન અને નેપાળ સાથે મળે છે. આજે દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે સીમાવર્તી રાજ્ય હોવાને કારણે ઉત્તરાખંડમાં પણ એનઆરસી કોડ લાગુ થઇ શકે છે. આ સંબંધમાં તેઓ મંત્રીમંડળ સાથે વિચારવિમર્શ કરશે. તેમણે કહ્યું કે જો જરૂર જણાશે તો ઉત્તરાખંડમાં પણ એનઆરસી કોડ લાગુ કરાશે.

શું છે NRCનો ઉદ્દેશ્ય, ક્યારે થઇ શરૂઆત ?

એનઆરસીનો ઉદ્દેશ્ય દેશનાં વાસ્તવિક નાગરિકોની નોંધણી કરવી અને ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવાની છએ. અસમમાં આવું પહેલી વખત વર્ષ 1951માં પંડિત નહેરૂની સરકાર દ્વારા અસમનાં તત્કાલિન મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઇને શાંત કરવા માટે કરવામાં આવ્યું હતું. બારદોલોઇ વિભાજન બાદ મોટી સંખ્યામાં પૂર્વીય પાકિસ્તાનથી ભાગીને આવેલા બંગાળી હિન્દુ શરણાર્થીઓને અસમ માં વસવાટ કરવાની વિરૂદ્ધમાં હતાં.

અસમનાં તત્કાલિન મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઇ

વર્ષ 1980નાં દાયકામાં ત્યાંનાં કટ્ટર ક્ષેત્રીય સમુહો દ્વારા એનઆરસીને અપડેટ કરવાની સતત માગ કરતા હતાં. અસમ આંદોલન સમાપ્ત કરવા માટે રાજીવ ગાંધી સરકારે 1985માં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 1971 બાદ આવનારા લોકોને એનઆરસીમાં સામેલ ન કરવાની સહમતિ દર્શાવી હતી.

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી

ગેરકાયદે પ્રવાસીઓને રોકવા માટે રાજ્યની કોગ્રેસ સરકારે પાયલટ પ્રોજેક્ટ તરીકે વર્ષ 2010માં એનઆરસીને અપડેટ કરવાની શરૂઆત અસમનાં બે જિલ્લા બારપેટા-કામરૂપથઈ કરી હતી. જો કે બારપેટામાં હિંસક ઘટનાઓ બાદ આ પ્રક્રિયા રોકી દેવાઇ હતી. તેમજ એનઆરસીનું કામ એક સ્વયંસેવી સંગઠન અસમ પબ્લિક વર્ક્સ દ્વારા યાચિકા દાખલ કરાયા બાદ સુપ્રિમ કોર્ટનાં હસ્તક્ષેપથી ફરી શરૂ કરવામાં આવી હતી.વર્ષ 2015માં અસમ સરકારે સુપ્રિમ કોર્ટની નજર હેઠળ એનઆરસીનું કામ ફરીથી શરૂ કર્યુ હતું.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!