GSTV
Home » News » રૂપાણીના શપથ ગ્રહણ સમારોહમાં શિવરાજ મંચ પર ન રહ્યા હાજર, આ છે પડદા પાછળનું રહસ્ય

રૂપાણીના શપથ ગ્રહણ સમારોહમાં શિવરાજ મંચ પર ન રહ્યા હાજર, આ છે પડદા પાછળનું રહસ્ય

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપ મધ્યપ્રદેશમાં ટોચના નેતૃત્વ પર ફેરબદલ કરી શકે છે. આજે ફરી આ ચર્ચાએ જોર પકડ્યું જ્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ગુજરાતમાં વિજય રૂપાણીના શપથ ગ્રહણ પહેલા જ સમારોહથી નીકળી ગયા. એવામાં ચર્ચા ઉઠી છે કે શિવરાજ સિંહ બદલાવથી ખુશ નથી. અને શપથ ગ્રહણ સમારોહમાં એવું બન્યું કે શિવરાજ સિંહ નારાજ થઇને મધ્યપ્રદેશ પાછા ફર્યા.

અહીં તમને બતાવી દઇએ કે શિવરાજ સિંહ ચૌહાણ મંગળવારે ગુજરાતમાં શપથ સમારોહમાં સામેલ થવા વિમાન દ્વારા ગુજરાત પહોંચ્યા. શિવરાજ સિંહ ચૌહાણ કાર્યક્રમ સ્થળે ગયા તથા વિજય રૂપાણી સાથે મુલાકાત કરી પરંતુ શપથગ્રહણ સમારોહ સુધી ન રોકાયા તથા સમારોહ માંથી પાછા ફર્યા.

શિવરાજ સિંહ ચૌહાણ ગુજરાતથી મધ્યપ્રદેશ પહોંચ્યા ત્યારે ત્યાં પત્રકારોએ તેમને શપથગ્રહણ સમારોહમાં સામેલ ન થવા પર સવાલ કર્યા. ત્યારે તેમણે કહ્યું કે મારા બે મહત્વપૂર્ણ કાર્ય હતા. એક કોલારસ અને બીજા મુંગાવલીમાં. આથી હું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અનુમતિ લઇને પાછો ફર્યો.

મહત્વપૂર્ણ છે કે મુંગાવલી અને કોલારસ વિધાનસભામાં ઉપચૂંટણી થવાની છે. ઉપચૂંટણી જીતવા માટે શિવરાજ સિંહ ચૌહાણ ખૂબ મહેનત કરી રહ્યા છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણના સત્તાવાર કાર્યક્રમ જોવામાં આવે તો તેમાં શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાની વાત કરવામાં આવી છે.

સુત્રોનું માનીએ તો ચૌહાણનો શપથ ગ્રહણ પહેલા પાછુ ફરવું એ દર્શાવે છે કે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. આ પહેલા પણ કેટલીય વાર તેઓ પોતાની રેલીઓમાં મોડા પહોંચ્યા છે. જો આજે પણ મોડા પડ્યા હોત તો કોઇ ખાસ અસર ન થઇ હોત.

માનવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન શિવરાજસિંહ મધ્યપ્રદેશના ભાજપના અધ્યક્ષ નંદકુમાર સિંહને હટાવવાની ચર્ચાથી નારાજ છે. નંદકુમારસિંહ પર આરોપ છે કે તે સંગઠનથી વધારે શિવરાજ સિંહને લઇને સમર્પિત છે. મધ્યપ્રદેશમાં તેઓ સંગઠનથી વધારે શિવરાજ સિંહ સમર્પિત લોકો માટે કામ કરે છે.

કેટલીય જગ્યા પર આરોપ લાગ્યા છે કે નંદકુમારસિંહ શિવરાજ સિંહના પ્રવક્તા તરીકે દરેક જગ્યા પર હાજર જોવા મળતા હોય છે. એવામાં ચર્ચા છે કે મધ્યપ્રદેશમાં યોજાનારા ચૂંટણી પહેલા તેમની ખુરશી ખતરામાં છે. બીજેપીનું હાઇકમાન્ડ તેને હટાવવાનો પ્લાન કરી રહ્યું છે. જેને લઇને શિવરાજ સિંહ નારાજ છે.

Related posts

કર્ણાટકના રાજકારણમાં હલચલ તેજ, કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી

Mansi Patel

મોદીના કારણે 2014 અને 2019ના કાશીમાં ઘણો તફાવત : અમિત શાહ

Mayur

કોંગ્રેસની કારમી સ્થિતિ, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષે રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!