CM રૂપાણીનું નિવેદન 2019 પહેલા અમદાવાદનું નામ બદલાઈ જશે

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ  આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. સીએમ રૂપાણીએ કહ્યું છે કે, કર્ણાવતી નામ કરવા મુદ્દે કાયદાકીય અને તમામ પાસા પર ચર્ચા થઈ રહી છે.અને નિર્ણાયક પગલા ભરાશે.

મહત્વનું છે કે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરમા વિશેષ પૂજા કરી. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં CM વિજય રૂપાણીએ દર્શન કરીને ધન્યતા અનુભવી તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું અભિવાદન પણઝીલ્યુ હતું. સીએમની સાથે અમદાવાદના મેયર અને મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પણ હાજરરહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter