GSTV
Home » News » CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જનાદેશ મેળવ્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પ્રથમ વખત ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ચૂંટણી અને સંસદમાં ગયા છે.

amit shah home Minister

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને દેશના ગૃહ મંત્રીનો પદભાર સોંપ્યો છે. દેશનાં ગૃહ મંત્રી થવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગુજરાતના રાજકારણના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરી હતી.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા પછી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેથી આગામી 5 જુલાઇએ ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી થવા જઇ રહિ છે. આ સાથે જ આવી રહેલી વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું.

શાહ-રૂપાણીની મુલાકાત સૂચક

અમિત શાહની રણનીતિને કારણે ભાજપ દરેક ચૂંટણી જીતતું આવ્યું છે. તેમજ ગુજરાત ભાજપનાં ચાર ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાતા તેમની બેઠક ખાલી પડી છે. તેથી વિધાનસભાની 4 અને રાજ્યસભાની બે સીટ જીતવા માટે ભાજપ મરણિયા પ્રયત્નો કરી રહ્યું છે. જેથી સીએમ રૂપાણીની ભાજપ પ્રમુખ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવે છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!