GSTV

દલિત સમાજે મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રીનું સન્માન કરાયું, પરંતુ આ જોઈ સૌ કોઈ હેરાન

વીર મેઘમાયાના ધાર્મિક સ્થાનના વિકાસ માટે સરકારે 3 કરોડની કરેલી જાહેરાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું દલિત સમાજ દ્વારા નર્મદા હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું. વીર મેઘમાયા જેવા ધાર્મિક સ્થળના વિકાસ માટે 15મી ઓગસ્ટ ના રોજ સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે મહત્વ વાત એ છે કે આ કાર્યકમનું આયોજન અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના સાંસદ ડૉ કિરીટ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ કાર્યકમમાં સન્માન, સામાજિક ન્યાય અને અધિકરિતા મંત્રી ઈશ્વર પરમાર, રાજયસભાના સાંસદ અને ઝાંઝરકાના ગાદીપતિ શંભુ પ્રસાદ ટુન્ડીયાને પણ આમંત્રણ ન અપાતા કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. જેથી સૂત્રો દ્વારા વાતો વહેતી થઈ હતી કે ભાજપના દલિત નેતાઓમાં આંતરિક વિવાદ ચરમસીમાં પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ ઘટનાને સાંસદ સભ્ય કિરીટ સોલંકી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને દલિત નેતાઓમાં કોઈપણ પ્રકારની નારાજગી નથી તેમ કહ્યું હતું.

Related posts

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari

મહામારીનો રાફડો ફાટતા સિવિલમાં વેન્ટિલર બેડમાં કરાયો વધારો, હજારથી વધુ દર્દીઓ છે દાખલ

pratik shah

કોહલી અને રહાણે એકબીજાના પૂરક છે, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપ્યું નિવેદન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!