GSTV
Home » News » ટ્રેન દુર્ઘટનાને લઈને પંજાબ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો

ટ્રેન દુર્ઘટનાને લઈને પંજાબ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો

પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની ભૂમિકા ભજવનાર દલબીર નામના શખ્સનું પણ મોત થયુ છે. આ ટ્રેન દુર્ઘટનાને લઈને પંજાબ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. જેથી આજે પંજાબમાં શાળા અને  સરકારી કચેરીઓ બંધ છે.

પંજાબ સરકારના પ્રધાન હોસ્પિટલ જઈને દર્દીઓ સાથે મુલાકાત કરીને તેઓને હિંમત આપી રહ્યા હતા. પંજાબ સરકારના પ્રધાન નવજોત સિદ્ધુએ ગુરુનાનક હોસ્પિટલમાં જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. જોકે સિદ્ધુએ સમગ્ર ઘટના સાથે જોડાયેલા સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો.

રેલવે રાજ્ય પ્રધાન મનોજ સિન્હા પણ મોડી રાતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ત્યાં રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેઓએ આ દુર્ઘટના રેલવેની ભૂલના કારણે ન થયાનું પણ કહ્યુ હતું. રાજ્યપાલને હોસ્પિટલ જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યાં જવાબદારોને સજા મળશે તેમ કહ્યુ હતુ. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ઈઝરાયલનો દુર્ઘટના પ્રવાસ રદ્દ કર્યો છે.

 

Related posts

હેલમેટ કરતાં પણ મોટી મુસીબત PUCની હતી, જેનો રૂપાણી સરકાર આ રીતે લઈ આવી ઉકેલ

Mayur

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

Mayur

હિંસક પોર્ન અને સ્ટુડન્ટ્સને લઈને સામે આવી આ હકીકત, 7 દિવસમાં 40….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!