GSTV
Home » News » લોકસભાનો જંગ: આ મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કહ્યું,’અમને વોટ ન આપતા’,જાણો શા માટે?

લોકસભાનો જંગ: આ મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કહ્યું,’અમને વોટ ન આપતા’,જાણો શા માટે?

CM Bhupesh Baghel

લોકસભા ચૂંટણી 2019નાં ત્રીજા અને છત્તીસગઢમાં અંતિમ તબક્કાનાં મતદાન પહેલા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે એક ટ્વિટ કરીને હડકંપ મચાવી દીધો છે. સીએમ ભૂપેશ બઘેલે આજે એક ટ્વિટ કરીને જણાંવ્યું હતું કે જો ખેડૂતોને તેમનાં પાકનાં પોષણક્ષમ ભાવ ન મળ્યા હોય તો  ખેડૂતો અમને મત ન આપતા.જો તમારી વિજળીનું અડધું બિલ  માફ નથી થયું તો અમને વોટ ન આપતા.જો દરેક રાશન કાર્ડ પર 35 કિલો ચોખા નથી મળ્યા તો આપ લોકો અમને વોટ ન આપતા. અમે કરેલ ‘કામ’ પર વોટ માગીએ છે, મોદીજીની જેમ ધર્મ-જાતિનાં આધારે મત નથી માગતા.

મહત્વનું છે કે છત્તીસગઢમાં છેલ્લા તબક્કામાં 7 લોકસભા બેઠકો પર 23 એપ્રિલે મતદાન થશે. છત્તીસગઢમાં આ પહેલા 12 એપ્રિલનાં એક બેઠક અને 18 એપ્રિલનાં 3 બેઠકો પર મતદાન યોજાયું હતું.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કા માટે આવતીકાલે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આ પહેલા દરેક રાજકિય પાર્ટી મતદાતાઓને રીઝવવાનાં પ્રયાસો કરે છે. મતદારોને ખુશ કરવા માટે જ સીએમ ભૂપેશ બઘેલ સતત ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તે મામલે જ આજે સીએમ બઘેલે ટ્વિટ કર્યુ હતું.

READ ALSO

Related posts

નવરાત્રી બાદ હવે દિવાળીમાં વિલન બનશે વરસાદ, આ બે તારીખે ભારે વરસાદની આગાહી

Arohi

બંધ તૂટવાના કારણે સોનાની ખાણમાં કામ કરતાં 15 મજૂરોના મોત

Mayur

ભારતમાં જે બ્રેડ 35 રૂપિયાની વેચાય છે તે આર્થિક સમસ્યાના કારણે આ દેશમાં 1065 રૂપિયાની થઈ ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!