GSTV
Gujarat Government Advertisement

PM મોદી સાથે અરવિંદ કેજરીવાલે પણ બહાદુર શાસ્ત્રીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

Last Updated on October 2, 2019 by Arohi

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વિજય ઘાટ ખાતે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ પીએમ મોદી સાથે વિજયઘાટ પહોંચ્યા હતા. વિજયઘાટ પર કેજરીવાલ સાથે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. જે બાદ અરવિંદ કેજરીવાલે વિજયઘાટ પર આયોજિત પ્રાથના સભામાં હાજરી આપી હતી.

PM નરેન્દ્ર મોદીએ પણ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીના વિજય ઘાટ ખાતે પહોંચી તેમના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નરેન્દ્ર મોદીની સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ સાથે જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ રાજઘાટ પહોંચીને લાલબહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તેઓ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી.

ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી.

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. 30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!