દેવભૂમિ દ્વારકા: ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે છે. દ્વારકા જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયાં બાદ ડિમોલેશન સ્થળોનું નિરીક્ષણ કરશે. યાત્રાધામ બેટ દ્વારકા અને હર્ષદ મંદિરે દર્શન કરશે અને ડિમોલેશન સ્થળ પર નિરીક્ષણ માટે જશે.

CM ભુપેન્દ્ર પટેલ ઓખા નેવી હેલિપેડ ખાતે આવશે ત્યાંથી બોટ મારફતે બેટ દ્વારકા પહોંચશે. બપોરે 3થી 5:30 સુધીના પ્રવાસ કાર્યક્રમમાં બેટ દ્વારકા અને હર્ષદ ખાતે હાજરી આપશે.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરાયા બાદ CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકાના પ્રવાસે આવતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ સરહદોની સુરક્ષાને લઈને મંથન ચાલી રહ્યુ છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના દ્વારકા પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો