GSTV
Home » News » રાહુલ અને મોદીને લાગશે ઝાટકો : દેશના ચીફ જસ્ટીશે ભરી અદાલતમાં પૂછ્યું કે આ ચૌકીદાર કોણ છે?

રાહુલ અને મોદીને લાગશે ઝાટકો : દેશના ચીફ જસ્ટીશે ભરી અદાલતમાં પૂછ્યું કે આ ચૌકીદાર કોણ છે?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં “ચોકીદાર ચોર હૈ”બયાન પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,સુપ્રિમ કોર્ટે પણ સ્વિકાર્યુ છે કે,ચોકીદાર ચોર છે. જ્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ એક સવાલ કર્યો. જેનાં પર તમામનું ધ્યાન ખેંચાયું. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પુછ્યું હતું કે,ચોકીદાર કોણ છે?

જ્યારે સુપ્રિમ કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ જણાંવ્યું કે હજુ સુધી તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જવાબ વાંચ્યો નથી. ત્યારબાદ તેમણે મીનાક્ષી લેખીનાં વકીલને જવાબ વાંચવાનો આદેશ કર્યો હતો.

મીનાક્ષી લેખી તરફથી કોર્ટમાં તેમનાં વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે,રાહુલ ગાંધીએ પોતાનાં નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની ભુલ સ્વીકારી છે. મુકુલ રોહતગીએ જણાંવ્યું કે, રાહુલ ગાંધીએ પોતાનાં નિવેદન પર માત્ર ખેદ વ્યક્ત કર્યો છે,માફી માગી નથી.

ત્યારે આ મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ મુકુલ રોહતગીને પુછ્યું કે ચોકીદાર કોણ છે?

તેનાં જવાબમાં મુકુલ રોહતગીએ કહ્યું કે,રાહુલ ગાંધીએ પુરા દેશને કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી ચોકીદાર છે,જે ચોર છે.જ્યારે સુપ્રિમ કોર્ટે આવું કાંઇ કહ્યું જ નથી. જ્યારે મુખ્ય ન્યાયધીશે મીનાક્ષી લેખીનાં વકીલને કહ્યું કે,રાહુલ ગાંધીના સોગંદનામામાં તમારો જવાબ રજુ કરો.

મહત્વનું છે કે પોતાનાં એક નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,સુપ્રિમ કોર્ટે પણ સ્વીકાર્યુ છએ કે ચોકીદાર પણ ચોર છે.ત્યારબાદ ભાજપનાં મીનાક્ષી લેખીએ કોર્ટમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન મામલે સુપ્રિમ કોર્ટમાં ખએદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષે પોતાનાં જવાબમાં કહ્યું હતું કે,આ ચૂંટણી પ્રચારનાં જોશમાં તેમનાથી આ બોલાય ગયું હતું.જે મામલે તેઓ ખેદ પ્રગટ કરે છે. રાફેલ વિમાન સૌદામાં કથિત કૌભાંડને લઇને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેને કારણે જ તેમણે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, પણ લોકો પોતાની મસ્તીમાં મસ્ત

Mayur

કાશ્મીરના બાલાકોટમાં પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન, મોડી રાત સુધી કર્યો મોર્ટાર મારો

Mayur

370ની કલમ મામલે અંદાજે 9 જેટલી અરજીઓની આજે સુપ્રીમમાં સુનાવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!