રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ સંપૂર્ણપણે બંધ અને વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી માટે એક નોટિફિકેશ બહાર પાડી હતી. જેને સામે જાહેરહિતની અરજી થઈ હતી. તેના પર આજરોજ એટલે બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી પર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરી અને સવાલ કર્યો કે શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે ? આ મુદ્દો વાલીઓની મંજૂરી પર રાખો તો વાંધો શું છે ? જોખમ શા માટે લેવા માગો છો ?

ગુજરાત હાઈકોર્ટે એ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ શાળામાં ફિઝિકલી હાજર ન રહે તો તેમને પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ આપવામાં આવશે નહીં, તે વલણ અંગે વર્તમાન સ્થિતિને લઈને વિચારો. આ અરજી પરની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. આ અંગે સરકાર વતી હાજર રહેલા વકીલની રજૂઆત હતી કે આ અંગે સુચના મેળવીને હાઈકોર્ટને જાણ કરીશું.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારનું 18 ફેબ્રુઆરીનુ શાળામાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી સંદર્ભના નોટિફિકેશનને રદ કરો. આ નોટિફિકેશન મનસ્વી છે, કેન્દ્ર સરકારના અન્ય નોટિફિકેશન, કોવિડ-19 સંદર્ભની માર્ગદર્શિકાથી તદ્દન વિપરિત છે. જો શાળામાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીના લીધે કોવિડ-19ની માર્ગદર્શિકાનુ પાલન શક્ય નથી. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે, એક વર્ગમાં 50થી 60 વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય જ નથી. આ નોટિફિકેશનના લીધે બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે એક પ્રકારની રમત રમાઈ રહી છે. આ ઉપરાંત ભારતમાં તમામ બાળકોને કોવિડ-19થી બચવા માટેની વેક્સિન અપાઈ જ નથી. જેથી આ નોટિફિકેશન રદ કરો તે જરૂરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ