GSTV
Home » News » CJI સામેના મહાભિયોગ પ્રસ્તાવ સંદર્ભે મીડિયાને જાણકારી આપી કોઈ ખોટું કર્યુ નથી

CJI સામેના મહાભિયોગ પ્રસ્તાવ સંદર્ભે મીડિયાને જાણકારી આપી કોઈ ખોટું કર્યુ નથી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંબંધિત નોટિસ મામલે મીડિયાને સંબોધિત કરવાને લઈને ઉઠેલા સવાલ પર વિપક્ષે જવાબ આપ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે તેમણે આના સંદર્ભે મીડિયાની સામે જાણકારી આપીને નિયમોનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસીએ કહ્યુ છે કે ડિસેમ્બર-2009માં જસ્ટિસ દિનાકરણ વિરુદ્ધ જ્યારે મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભાના સભાપતિને સોંપવામાં આવ્યો હતો. તેના પછી તેના સંદર્ભે ભાજપના નેતા અરુણ જેટલી અને સીપીએમના નેતા સીતારામ યેચુરીએ મીડિયાને સંબોધિત કર્યું હતું.

CRICKET.GSTV.IN

તુલસીએ કહ્યુ છે કે તેથી મહાભિયોગ પ્રસ્તાવ સોંપ્યા બાદ મીડિયાની સામે આવીને વિપક્ષે કંઈ ખોટું કર્યું નથી. કોંગ્રેસના નેતા કે. ટી. એસ. તુલસીએ કહ્યુ છે કે મહાભિયોગ પ્રસ્તાવને લઈને એવો કોઈ નિયમ નથી કે તેની ચર્ચા થઈ શકે નહીં. તો કોંગ્રેસના એક અન્ય નેતા વિવેક તન્ખાએ ક્હ્યુ છે કે એક પ્રધાન કહે છે કે આ ઓડિશાનું અપમાન છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા આખા દેશના છે. આવા પ્રકારના નિવેદન આપવા યોગ્ય કહી શકાય નહીં. તન્ખાએ ક્હ્યુ છે કે આજે વિપક્ષ માટે આવી તમામ વાતો કહેવામાં આવે છે. પરંતુ 2009માં દીનાકરન મામલે તમે શું કર્યું હતું?

Related posts

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ભાજપમાં સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ તરીકે આ બે નામો સૌથી આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!