GSTV
Home » News » નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે આપ્યું મોટુ નિવેદન, જાણો બોલ્યા શું

નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે આપ્યું મોટુ નિવેદન, જાણો બોલ્યા શું

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્રારા આયોજીત એક કાર્યક્રમમાં નીતિ આયોગના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ‘સરક્યુલર અર્થતંત્રમાં આવનાર 5થી 7 વર્ષમાં 1.4 કરોડ જોબ નિર્માણ કરવાની અને લાખોની સંખ્યામાં નવા આંત્રપ્રિન્યોર તૈયાર કરવાની ક્ષમતા છે.

આજના સમયની માંગ સરક્યુલર અર્થતંત્ર લાગુ કરવા વિકાસ અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ છે.’ કાંતે સરક્યુલર અર્થતંત્રને રાષ્ટ્રીય એજન્ડાના સ્વરૂપમાં વિકસિત કરવા તથા જાગૃતિ લાવવા માટે બિનસરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.  વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, ‘સરક્યુલર અર્થતંત્રનો આશય એવી પ્રણાલી સાથે છે.

જેમાં કચરાને બરબાદ કરવાને બદલે તેનો નવા ઉત્પાદનો અને ઉપયોગ કરવા માટેની ચીજ-વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 2050 સુધીમાં દુનિયાની વસતી 9.7 અબજ સુધી પહોંચી જશે.

જેમાંથી 3 અબજ લોકો મધ્યમ વર્ગના ઉપભોગના સ્તર સુધી પહોંચી જશે. માથાદીઠ 71 ટકા વધુ સંસાધનોની આવશ્યક્તા રહેશે. આ રીતે દેશમાં કુલ ખનીજ અને સામગ્રીની માગ વર્ષ 2014ના 50 અબજ ટનથી વધીને 2050માં 130 અબજ ટન થઈ જશે.’

READ ALSO

Related posts

કુલભૂષણની ફાંસી રદ: આંતરરાષ્ટ્રીય કોર્ટની પાક.ને લપડાક

Mayur

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!