GSTV
Home » News » ઓહોહોહો…હજુ તો ચૂંટણી જાહેર થઇ છે ત્યાં તો આચારસંહિતાની આટલી બધી ફરિયાદો!

ઓહોહોહો…હજુ તો ચૂંટણી જાહેર થઇ છે ત્યાં તો આચારસંહિતાની આટલી બધી ફરિયાદો!

state assembly elections in jammu

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ના દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં કુલ 99 હજાર જેટલા બેનરો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે કુલ 223થી વધુ આચારસંહિતા ભંગની ફરિયાદો પૈકી 31 ફરિયાદોનો નિકાલ કરાયો છે. જ્યારે કે મુખ્યપ્રધાનનાં નિવાસસ્થાને મળેલી બેઠક મુદ્દે પણ ચૂંટણી પંચ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે.

બીજી તરફ ચૂંટણી જાહેર થયા બાદ પોલીસની ચેકીંગ કાર્યવાહી દરમ્યાન દારૂ સહિતના ગુનાઓમાં 6 હજાર 763 લોકોની અટકાયત કરાઇ હતી. આઇટી વિભાગ દ્વારા પણ પ્રથમ સપ્તાહમાં જ 95 લાખ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી સુરતમાં 44 લાખ અને અમદાવાદમાં 50 લાખ જપ્ત કરાયા છે. તેમજ 2 લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel

કાશીમાં પીએમ મોદી દેખાડશે આજે તાકાત : રોડ શો પહેલાં કર્યુ Tweet, હર હર મહાદેવ!

Riyaz Parmar