GSTV
Home » News » ગેરરીતિ કરનારા અધિકારીઓને GSTના ચીફ કમિશનર છાવરી રહ્યા છેઃ હાઇકોર્ટ

ગેરરીતિ કરનારા અધિકારીઓને GSTના ચીફ કમિશનર છાવરી રહ્યા છેઃ હાઇકોર્ટ

કરોડોના બોગસ બિલિંગ કૌભાંડના આરોપી  પરેશ ચૌહાણના ઘરે તપાસ દરમિયાન જી.એસ.ટી. અધિકારીઓએ જરૂરિયાત કરતા વધારે રોકાણ અને કામગીરી કરતા હાઇકોર્ટે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આ અંગે સ્ટેટ ટેક્સના ચીફ કમિશનરે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરી જી.એસ.ટી. અધિકારીઓના પક્ષમાં રજૂઆત કરતા હાઇકોર્ટે ચીફ કમિશનર પ્રત્યે અત્યંત નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે જી.એસ.ટી.ના ચીફ કમિશનર તેમના નીચેના અધિકારીઓની ગેરરીતિને છાવરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કેસની વધુ સુનાવણી ૨૩મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

પરેશ ચૌહાણના ધરે જી.એસ.ટી. અધિકારીઓએ આઠ દિવસ વધારે રોકાણ કર્યુ હતું અને તેમની સત્તા બહાર જઇ તપાસ હાથ ધરી હતી. જે અંગે હાઇકોર્ટના જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ સંગીતા વિશેનની ખંડપીઠે નોંધ્યું છે કે જી.એસ.ટી.ની કલમ ૬૭(૨) પ્રમાણે અધિકારીઓને શંકાસ્પદ કે આરોપી વ્યક્તિના ઘરમાં તપાસ હાથ ધરવાની સત્તા હોવાની રજૂઆત સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર કરી રહ્યા છે તે ખોટી છે.

અધિકારીઓએ યોગ્ય આશયથી આ કામગીરી કરી હોવાની રજૂઆત માન્ય રાખી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં ઉપરી અધિકારીઓએ નીચેના અધિકારીઓને ઠપકો આપવાનો હોય છે પરંતુ અહીં ચીફ કમિશનર તેમના નીચેના અધિકારીઓની કામગીરીના બચાવમાં કોઇ કાયદાની નક્કર જોગવાઇ દર્શાવી શક્યા નથી છતાં પણ તેમનો બચાવ કરી રહ્યા છે. ચીફ કમિશનર કક્ષાના અધિકારી પાસેથી જે કક્ષાના જવાબની અપેક્ષા હોય તેવો જવાબ આપવામાં તેઓ ઉણાં ઉતર્યા છે.

કરોડોના બોગસ બિલિંગ કેસમાં નાસતા ફરતા પરેશ ચૌહાણના ઘરે જી.એસ.ટી. અધિકારઓએ બિનજરૂરી રોકાણ કર્યુ હોવા અંગેની પિટિશન થતા હાઇકોર્ટે તપાસ કાર્યવાહીનો અહેવાલ માગ્યો હતો . અહેવાલમાં બહાર આવ્યું હતું કે જી.એસ.ટી. અધિકારીઓ ૧૧-૧૦-૨૦૧૯ના રોજ બપોરે અઢી વાગ્યે અમદાવાદ સ્થિત તેના ઘરે પહોંચ્યા હતા.

અરજદારના ઘરના તમામ રૂમોમાં રહેલા ખાતાઓ-નાણાકીય વ્યવહારોને લગતા દસ્તાવેજ મુખ્ય હૉલમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય પરિવારજનોની બેન્ક પાસબુક અને ચેકબુકની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ કોઇ તપાસ હાથ ન ધરી હોવાનું કામગીરીના અહેવાલમાં બહાર આવ્યું હતું. કામગીરીના અહેવાલ પરથી હાઇકોર્ટ નોંધ્યું હતું કે આ રોકાણ બિનજરૂરી હતું અને આ અંગે યોગ્ય તપાસની જરૂર છે.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel

બીજી વખત માતા બનવા પર શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો, આ કારણે ‘સેરોગેસી’નો લીધો સહારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!