GSTV
Home » News » ચિદમ્બરમે CBI સામે આપેલા આ એક નિવેદનથી ફસાઈ શકે છે 8 IAS અધિકારીઓ

ચિદમ્બરમે CBI સામે આપેલા આ એક નિવેદનથી ફસાઈ શકે છે 8 IAS અધિકારીઓ

આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈ રિમાન્ડમાં પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચિદમ્બરમે એર નિવેદનમાં જણાવ્યુ હતુ કે, હું તમામ ફાઈલને વાંચતો નહોતો. ફાઈલમાં કોઈ ગડબડ હોય તો મને અધિકારીઓ જાણકારી આપતા હતા.

આ ઉપરાંત તેઓ પોતાના પરિવાર સાથે મુલાકાત દરમ્યાન ભાવુક થયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, હું ભારત સરકારનો મહેમાન છુ. આ ઉપરાંત ચિદમ્બરમ તપાસ એજન્સી પર ભડકયા હતા. પૂછપરછ દરમ્યાન ચિદમ્બરમે જણાવ્યુ હતુ કે, મારી નીચે સાતથી આઠ આઈએએસ અધિકારીઓ કામ કરતા હતા. તેઓ મારી તમામ ફાઈલ જોતા હતા.

મારી પાસે એટલો સમય નહોતો કે હું તમામ ફાઈલને જોઈ શકુ. હું માત્ર ભલામણ પર વિચાર કરતો હતો. ચિદમ્બરમના આ પ્રકારના નિવેદન બાદ કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ પણ તપાસ શરૂ થઈ શકે છે અને સીબીઆઈ આ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે.

ચિદમ્બરમને એફડીઆઈ ફોરેન પોલિસી અંગે સવાલ કરવામાં આવ્યા. જોકે, ચિદમ્બરમને આ પોલિસીની યાદ નહોતી. જેથી અધિકારીઓએ આ પોલિસીની કોપી  આપી હતી. જેનું 45 મિનિટ સુધી ચિદમ્બરમે અધ્યન કર્યુ હતુ.

ચિદમ્બરમની પૂછપરછ

  • ફાઈલનું અધ્યયન હું નહોતો કરતો
  • ફાઈલમાં ભૂલ હોય તો અધિકારીઓ મને જાણકારી આપતા
  • મારી પાસે ફાઈલ તપાસવાનો સમય નહોતો
  • ચિદમ્બરમના નિવેદન બાદ અધિકારીઓની થઈ શકે પૂછપરછ
  • પરિવાર સાથે મુલાકાત દરમ્યાન ચિદમ્બરમ ભાવુક થયા
  • એફડીઆઈ નીતિ અંગે સવાલ કરાયા
  • પૂછપરછ બાદ ઘરેથી આવેલું ભોજન કર્યુ

Read Also

Related posts

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર કુમાર ફરી વાર CBIની ઓફિસે હાજર ના થયા

Mayur

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

રાષ્ટ્રપતિના વિમાનમાં સર્જાઈ મોટી ખામી, ટેક્નીકલ ખામી પકડાઇ જતા મોટી જાનહાની ટળી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!