GSTV
Home » News » INX Media Caseનું ભૂત ચિદમ્બરમનો પીછો નથી છોડી રહ્યું, મુસીબતમાં ફરી વધારો

INX Media Caseનું ભૂત ચિદમ્બરમનો પીછો નથી છોડી રહ્યું, મુસીબતમાં ફરી વધારો

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમની ઇડીની સમક્ષ કોર્ટમાં સરેન્ડર કરવાની અરજી પર સુનાવણી થઇ હતી. આઇએનએક્સ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટે ઇડીને નોટીસ પાઠવી જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે આ અરજી અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને તે આવતીકાલે આ અરજી અંગે પોતાનો ચુકાદો સંભળાવશે. 

કોર્ટમાં આજે ઇડીએ ચિદમ્બરમની સરેન્ડર અરજીનો વિરોધ કર્યો હતો. ચિદમ્બરમના વકીલ કપિલ સિબલે પૂછ્યું હતું કે જ્યારે ઇડી ચિદમ્બરમની ધરપકડ કરવા માગતું જ નથી તો તે 20 અને 21 ઓગસ્ટે તેમની ધરપકડ કરવા તેમના ઘરે શા માટે ગઇ હતી? ઇડી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ઇડી હાલમાં દસ્તાવેજોની તપાસ કરી રહી છે. છ લોકોને બોલાવી પૂછપરછ કરી લેવામાં આવી  છે. ત્રણ લોકોની પૂછપરછ હજુ પણ ચાલુ છે.

તેમણે જણાવ્યું હતું કે ચિદમ્બરમની ધરપકડ કરતા પહેલા અમે તમામ  તૈયારીઓ પૂર્ણ કરી લેવા માગીએ છીએ. અમે હાલમાં ચિદમ્બરમની ધરપકડ કરવા માગતા નથી. અમે થોડાક સમય પછી ચિદમ્બરમની ધરપકડ કરીશું જેથી તેમની સારી રીતે પૂછપરછ કરી શકાય.

મહેતાએ જણાવ્યું છે કે અમારી ધરપકડના 15 દિવસ ત્યારે જ શરૂ થશે જ્યારે અમે છ લોકોની પૂછપરછ પૂર્ણ કરી લઇએ. પૂછપરછમાં બે દિવસ અથવા ચાર દિવસ પણ લાગી શકે છે. અમે છ સપ્ટેમ્બરથી પૂછપરછ કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે ચિદમ્બરમ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તે પુરાવા સાથે ચેડા કરી શકે તેમ નથી.  તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકતા નથી તેથી અમે સાક્ષીઓની પૂછપરછ કરી રહ્યાં છીએ. તેમની જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન જ અમે વધુમાં વધુ સાક્ષીઓની પૂછપરછ કરીશું.

જેના જવાબમાં સિબલે જણાવ્યું હતું કે ઇડી ચિદમ્બરમને વધુમાં વધુ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા માગે છે. ઇડી હવે છ લોકોની પૂછપરછનું બહાનું બનાવી રહી છે. તેઓ ચિદમ્બરમને તકલીફ પહોંચાડવા માટે આવું કરી રહ્યાં છે. ચિદમ્બરમ તો તપાસમાં સહકાર આપવા તૈયાર છે. અમે તો કહી રહ્યાં છીએ કે તમે અમારી ધરપકડ કરો. જો તમારે પૂછપરછ કરવી ન ન હતી તો તમે 20 અને 21 ઓગસ્ટે ચિદમ્બરમની ધરપકડ કરવા  તેમના ઘરે શા માટે આવ્યા હતાં?

તેના જવાબમાં ઇડીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ પાંચ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં હતાં. ત્યારબાદ 15 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અમે અલગ એજન્સી છીએ. અમે પીએમએલએ હેઠળ તપાસ કરી રહ્યાં છે. આમ તો દરેક આરોપી સરેન્ડર થઇ જણાવશે કે મારી ધરપકડ કરી લો. આ દલીલો પછી કોર્ટે આવતીકાલ સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 

આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટમાં પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. આ સંદર્ભમાં દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇને નોટીસ મોકલીને જવાબ માગ્યો છે. આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે ચિદમ્બરમ વતી દલીલ કરી રહેલા કપિલ સિબલની મૌખિક માગ પણ ફગાવી દીધી હતી.

સિબલે માગ કર હતી કે ચિદમ્બરમને જેલમાં દરરોજ ઘરનું ખાવાનું ઉપલબ્ધ કરાવવા અને પરિવારજનોને મળવાની પરવાનગી આપવામાં આવે. આ અરજીના સંદર્ભમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે જેલમાં તમામ માટે સમાન ભોજવ ઉપલબ્ધ છે. અમે ભેદભાવ કરતા નથી.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!