GSTV
India News ટોપ સ્ટોરી

ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીમાં 14 દિવસનો વધારો :17મી સુધી જેલમાં જ રહેશે

દિલ્હીની કોર્ટે આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧૭ ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. જો કે કોર્ટે દિવસમાં એક વખત ઘરના ભોજનની મંજૂરી આપી છે. સીબીઆઇએ પૂર્વ નાણા પ્રધાનના જ્યુડિશિયલ કસ્ટડી રિમાન્ડમાં વધારોની માગ કરતા સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે નામાંકિત કોંગ્રેસ નેતાની જ્યુડિશયિલ કસ્ટડીમાં ૧૪ દિવસનો વધારો કર્યો છે. 

બીજી તરફ ચિદમ્બરમે જામીન મેળવવા અંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચિદમ્બરમ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે ન્યાયમૂર્તિ એન વી રમાના, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારીની બનેલી ખંડપીઠ સમક્ષ જામીન અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. 

આ અરજીના સંબધમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચિદમ્બરમને જણાવ્યું હતું કે આ અરજી  ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને મોકલવામાં આવશે અને તે આ અરજીની સુનાવણી અંગે અંતિમ નિર્ણય લેશે.  ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ યુપીએના શાસનકાળ દરમિયાન ૨૦૦૪થી ૨૦૧૪ સુધી નાણા પ્રધાન અને ગૃહ પ્રધાન રહ્યાં હતાં. સીબીઆઇએ ૨૧ ઓગસ્ટે જોર બાગ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરી હતી. 

સીબીઆઇએ તેમની વિરુદ્ધ ૧૫ મે, ૨૦૧૭ના રોજ એફઆઇઆર દાખલ કરી હતી. તેમના પર આઇએનએક્સ મીડિયા ગુ્રપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મેળવવા માટે આપવામાં આવેલ એફઆઇપીબીની મંજૂરીમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આઇએનએક્સ મીડિયા ગુ્રપને ૨૦૦૭માં એફઆઇપીબીની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે તેઓ કેન્દ્રીય નાણા પ્રધાન હતાં. ત્યારબાદ ઇડીએ આ સંદર્ભમાં ઇડીએ ચિદમ્બરમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. 

READ ALSO

Related posts

Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું

Nakulsinh Gohil

સાબરકાંઠામાં જરૂરીયાતમંદોને લોન અપાવશે પોલીસ, 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન

Nakulsinh Gohil

ઓડિશા / આરોગ્ય મંત્રીની હત્યાનું કાવતરું કે માનસિક બીમારીના કારણે હત્યા?, મર્ડર મિસ્ટ્રીમાં અનેક તર્કવિર્તક

Hardik Hingu
GSTV