તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રાૃધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૃમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ જેલમાં બંધ પોતાના પિતાને મળવા આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ સમગ્ર રાત જેલમાં બરાબર ઉંઘી શક્યા ન હતાં. તેમણે સવારે છ વાગ્યે નાસ્તામાં ચા, દૂધ, અને કાંજી લીધી હતી. ત્યારબાદ ચિદમ્બરમે ધાર્મિક પુસ્તકો અને ન્યૂઝ પેપર વાંચ્યા હતાં.
ચિદમ્બરમને તિહારમાં સાત નંબરની જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં સામાન્ય રીતે ઇડીના કેસો સાાૃથે સંકળાયેલા આરોપીઓને રાખવામાં આવે છે. યુપીએ-૨ના શાસનમાં ગૃહ પ્રાૃધાન પણ રહી ચૂકેલા ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ચિદમ્બરમ ૧૬ સપ્ટેમ્બરે ૭૪ વર્ષના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ પોતાના જન્મદિવસે પણ જેલમાં જ હશે તેવી શક્યતા છે. તેમને એક અલગ સેલ અને વેસ્ટર્ન ટોઇલેટ સિવાય અન્ય કોઇ વિશેષ સુવિધા આપવામાં આવી નથી. અન્ય કેદીઓની જેમ ચિદમ્બરમને લાયબ્રેરી જવા અને થોડાક સમય માટે ટીવી જોવાની પણ પરવાનગી આપવામાં આવી છે. સેલની ફાળવણી કરતા પહેલા ચિદમ્બરમનું મેડીકલ ચેક અપ પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના પુત્રને પણ ગયા વર્ષે ૧૨ દિવસ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતાં. ગઇકાલે દિલ્હીની વિશેષ સીબીઆઇ કોર્ટના આદેશને પગલે ચિદમ્બરમને ભારે સુરક્ષાની વચ્ચ એશિયની સૌાૃથી મોટી જેલ તિહારમાં લઇ જવામાં આવ્યા હતાં. ચિદમ્બરમને ઝેડ કક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમને અલગ સેલ ફાળવવામાં આવ્યો છે.
READ ALSO
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ