આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. ચિદમ્બરમ હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે, તેની કસ્ટડીનો સમય મંગળવારે પુરો થવા જઇ રહ્યો હતો. પણ સુપ્રીમ કોર્ટે વધુ બે દિવસ માટે ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલી દીધા છે.
કોર્ટે આ નિર્ણય ના લીધો હોત તો ચિદમ્બરમને તિહાર જેલમા જવુ પડે તેવી પૂરી શક્યતા હતા. પણ હવે તેઓને જેલ જવામાંથી થોડી રાહત મળી ગઇ છે. જોકે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એવી દલીલો કરાઇ કે હવે ચિદમ્બરમને કસ્ટડીમા રાખવાની કોઇ જરૂર નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે ચિદમ્બરમની પૂછપરછ પુરી થઇ ગઇ છે અને સીબીઆઇની પાસે હવે ચિદમ્બરમને પૂછવા માટે કોઇ જ સવાલ નથી રહ્યા. જોકે સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમ વતી કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ જે દલિલો કરી તેને ધ્યાનમાં રાખીને બાદમાં કોર્ટે ચિદમ્બરમને વધુ બે દિવસ માટે કસ્ટડીમાં મોકલી દીધા હતા.
જો સીબીઆઇ કસ્ટડીમાં ન મોકલવામાં આવે તો તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે જે દરમિયાન તેમને જેલમાં રાખવામા આવે છે. જોકે હવે ચિદમ્બરમને વધુ બે દિવસ માટે જેલ જવામાંથી મુક્તી મળી ગઇ છે. તેથી હવે આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ એ નક્કી થશે કે ચિદમ્બરમને તિહાર જેલ મોકલવામા આવશે કે નહીં.

જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે સીબીઆઇ વચી સોલિસિટર જનરલે એવી દલીલો કરી હતી કે ચિદમ્બરમ દ્વારા સોમવારે જ જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર નીચલી કોર્ટમાં સુનાવણી થશે. હવે સીબીઆઇને ચિદમ્બરમની કોઇ પૂછપરછ ન કરવાની હોવાથી કસ્ટડીની જરૂર નથી. તેમને ન્યાયીક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવે.
જોકે સુપ્રીમ કોર્ટે આ દલિલોને સ્વીકારી નહોતી અને પાંચ સપ્ટેમ્બર સુધી મામલાની સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. સાથે ચિદમ્બરમને એમ પણ કહ્યું હતું કે તેઓ નીચલી કોર્ટમાં જામીન માટે દબાણ નહીં કરે. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો તેના થોડા સમય બાદ સીબીઆઇ કોર્ટમાં ચિદમ્બરમને રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પણ હવે પાંચમી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
પાંચ ટકા જીડીપી અંગે ચિદમ્બરમનો ટોણો
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમને નબળી આર્થિક સ્થિતિને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. ચિદમ્બરમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જે દરમિયાન જ્યારે તેઓ કોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે તેમને પત્રકારોએ પૂછ્યું હતું કે સીબીઆઇ કસ્ટડી વિષે તમારે શું કહેવું છે? તો ચિદમ્બરમે ટોણો મારતા કહ્યું હતું કે પાંચ ટકા, તમને ખ્યાલ છે પાંચ ટકા એટલે શું? સાથે જ તેમણે પાંચ ટકા દેખાડવા માટે પોતાનો હાથ ઉંચો કર્યો હતો. હાલ જીડીપી પાંચ ટકા સુધી આવી ગયો છે જેને પગલે આર્થિક સંકટ જેવી સ્થિતિ ઉભી થઇ છે. જેને ટાંકીને જ ચિદમ્બરમને આ ટોણો માર્યો હતો. આ પહેલા મનમોહનસિંહે પણ આ જ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
READ ALSO
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ
- વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક
- બજારને બજેટ પસંદ ન આવ્યું / શેરમાર્કેટમાં બપોર બાદ શાનદાર તેજી ગાયબ, સેન્સેક્સ 60 હજારની અંદર સરક્યો
- Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું
- સાબરકાંઠામાં જરૂરીયાતમંદોને લોન અપાવશે પોલીસ, 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન