GSTV
Home » News » કોંગ્રેસનાં દિગ્ગજનેતાએ મોદી સરકારના દાવાઓને ગણાવ્યા ખોટા, નાણાં પ્રધાનને આપી આ સલાહ

કોંગ્રેસનાં દિગ્ગજનેતાએ મોદી સરકારના દાવાઓને ગણાવ્યા ખોટા, નાણાં પ્રધાનને આપી આ સલાહ

યુપીએ સરકારમાં નાણા મંત્રી રહેલા પી ચિદમ્બરમ તાજેતરમાં રાજ્યસભામાં એક અલગ રીતે જોવા મળ્યા હતાં. ચિદમ્બરમે રાજ્યસભામાં બજેટ ઉપર ચર્ચા સમયે સરકારના દાવાઓનો ફેક્ટ ચેક કર્યો હતો.

તેમણે આ દરમિયાન બજેટમાં દર્શાવવામાં આવેલ ડોક્યુમેન્ટને ખોટા ગણાવ્યા હતાં. તેની સાથે નાણા મંત્રી નિર્મલા સીતારમણને સલાહ આપી હતી. સરકારના દાવાઓની તપાસ રાજ્યસભામાં બજેટની ચર્ચા દરમિયાન પી ચિદમ્બરમે કહ્યુ કે, સરકાર આયુષ્માન યોજના અંતર્ગત પ૦ કરોડ ભારતીયોને લાભ આપવાનો દાવો કરી રહી છે.

પરંતુ વસ્તવિકતા પ્રમાણે અત્યાર સુધીમાં ફક્ત ૩૦ લાખ નાગરિકોને આનો લાભ મળ્યો છે. બીજી બાજુ સરકાર ૪૦ કરોડ લોકોને પેન્શન આપવાની વાત કરી રહી છે પરંતુ પ્રથમ પેન્શન પેઆઉટ ર૦૩૯માં આવશે. એનો મતલબ કે ર૦૧૯થી તમને વર્ષો સુધી કોન્ટ્રિબ્યુશન કર્યા પછી પેન્શન સ્કિમનો લાભ મળશે. આ ઉપરાંત પી ચિદમ્બરમે શોચાલય બનાવવાના દાવો ઉપર પણ પ્રશ્ન ઉભા કર્યા છે. તેમણે જણાવ્યુ કે, સરકારનું કહેવુ છે કે ૯૯ ટકા ગામડાઓમાં શોચાલય બનાવવામાં આવી ગયા છે.

પરંતુ તેને સાફ કરવા અંગે કોઈ વિચારતુ નથી. સરકારી સભ્યાસના અનુસાર, ર૩ ટકા લોકો પાસે શોચાલય છે પરંતુ તેનો વપરાશ થયો નથી. વધુ એક રિપોર્ટના અનુસાર, ૪૩ ટકા શોચાલયનો ઉપયોગ નથી થઈ રહ્યો અથવા ઉપયોગ થવાને લાયક નથી. ચિદમ્બરમે સત્યની તપાસને આગળ વધારતા જણાવ્યુ કે, સરકાર ગ્રામ સડક યોજના અંતર્ગત ૯૭ ટકા ગામને કવર કરવાનો દાવો કરે છે પરંતુ ૧૦ વર્ષ પહેલા જે રોડ બનાવવામાં આવ્યા હતા તે આજે કામમાં આવી શકે તેમ નથી. ચિદમ્બરમે સરકારને તેમના ગામમાં આવીને રોડની હાલત જોવાનો પડકાર આપ્યો છે.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

રાફેલ ફાઈટર વિમાનમાં લગાવવામાં આવશે મીટિઓર મિસાઈલ, દુશ્મનો માટે વધારે ખતરનાક

Mansi Patel

ભારતના આ સ્ટાર ક્રિકેટરે નિત્યાનંદના ‘કૈલાશ દેશ’નો વીઝા માગ્યો અને લોકોએ ભયંકર રીતે ટ્રોલ કરી નાંખ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!