GSTV
India News ટોપ સ્ટોરી

ચિદમ્બરમના આત્મસમર્પણની અરજી પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, EDએ કર્યો વિરોધ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની અરજી પર દિલ્હીની નીચલી કોર્ટનો નિર્ણય શુક્રવાર સુધી અનામત રાખ્યો છે. ઇડી મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની શરણાગતિ માટેની અરજીની સુનાવણી કરી રહી હતી. ચિદમ્બરમે ઇડીને શરણાગતિ માટે અપીલ કરી છે. જોકે ઇડીએ ચિદમ્બરમની અરજીનો વિરોધ કર્યો હતો.

ઇડીએ કહ્યું કે મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને હજી ધરપકડ કરવાની જરૂર નથી. ઇડીએ વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરને કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં ચિદમ્બરમ ન્યાયિક કસ્ટડીમાં છે અને પુરાવા સાથે ચેડાં કરવાની સ્થિતિમાં નથી.

ઇડીએ કહ્યું કે તે યોગ્ય સમયે આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તેને કસ્ટડીમાં લેશે. જ્યારે તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યુ હતુકે, ચિદમ્બરમ જ્યારે ઈચ્છે ત્યારે આત્મસમર્પણ કરી શકે છે આ તેમનો અધિકાર છે.

આ પહેલાં કોર્ટે કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા, જ્યારે તેઓ ઈડીની કસ્ટડીમાં જવાની માંગ કરી રહ્યા હતા. પહેલાં પણ સીબીઆઈ તેમને રિમાન્ડ પર લઈને પુછપરછ કરી ચૂકી છે.

READ ALSO

Related posts

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL

‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ

Padma Patel
GSTV