GSTV
Home » News » Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમની આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરી છે. ચિંદબરમની ધરપકડ બુધવારે રાતે જોર બાગ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કરવામાં આવી. સીબીઆઇએ ચિદંબરમની આખી રાત પૂછપરછ કરી. આજે ચિદંબરમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરશે. તે બાદ ઇડી પણ ચિદંબરમને હિરાસતમાં લઇને પૂછપરછ કરશે.

ચિદંબરમ આજે ભલે સીબીઆઇ અને ઇડીના સકંજામાં છે પરંતુ તેમની ધરપકડ ગત વર્ષે ડિસેમ્બરમાં જ નક્કી થઇ ગઇ હતી અને આ ધરપકડની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરી હતી. હકીકતમાં પીએમ મોદી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની રાજકીય પાર્ટી ભાજપના પ્રચાર માટે આવ્યાં હતા. તે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો.

તે માને છે ભગવાને બુદ્ધિ તેમને જ આપી છે

પીએમ મોદીએ આ દરમિયાન ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી હતી. પીએમ મોદીએ ચિદંબરમ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, એક અન્ય ખેલાડી છે, નામદાની ઘણી સેવા કરનાર અને તે એવું માને છે કે ભગવાને બુદ્ધિ ફક્ત તેમને જ આપી છે. દેશના ગૃહ મંત્રી રહ્યાં, દેશના નાણા મંત્રી રહ્યાં અને થયું શું. તમે ચાવાળાની તાકાત જુઓ. જે સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતાં હતાં, જેનો ડંકો કોર્ટમાં વાગતો હતો.

તેમણે કહ્યું કે, મોદીએ એવી ગેમ રમી, એવી ચાલ ચાલી, એવી હકીકત સામે લાવી, પાને-પાના શોધી કાઢ્યાં. તેમનો જ દિકરો જેલ ગયો. ભ્રષ્ટાચારના મામલે જેલ ગયો. જામીન પર બહાર આવ્યો છે હમણા. અને આ મહાશય પણ પોતાના વકીલના પ્રતાપે સુપ્રીમ કોર્ટમાં જઇને વિનંતી કરે છે કે જામીન આપી દો.

એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, તે ફરીથી જાય છે તો કોર્ટ કહે છે કે ફલાણી તારીખ સુધી તેમને અરેસ્ટ ન કરી શકીએ. અરે, કેટલા દિવસ સુધી કોર્ટની મદદ લેતા રહેશો. એક દિવસ ન્યાય થશે અને તમે પણ જેલના સળિયા પાછળ હશો.

સાથે જ પીએમ મોદીએ રૉબર્ટ વાડ્રા પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે નામદારના સંબંધીએ મફતના ભાવે ખેડૂતોની જમીન પચાવી પાડી. આ દરમિયાન એક બોગસ કંપની બનાવી પછી સ્ટીલનો સોદો થયો અને સરકાર તરફથી મદદ થઇ. નામદારના સંબંધીને 7 ગણા રૂપિયા આપવામાં આવ્યા. રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો તેમને સજા મળવી નિશ્વિત છે.

Read Also

Related posts

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

‘હિંદુ પક્ષકારે કુરાનના આધારે કરેલી દલીલો આધારહીન’ સુપ્રીમમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનની તીખી દલીલો

Bansari

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!