GSTV

છોટાઉદેપુરના આ ગામના સ્થાનિકો વિકાસના નામે ફરી છેતરાવા નથી માંગતા, કર્યો સ્થાનિક ચૂંટણીઓનો બહિષ્કાર

છોટાઉદેપુરના ઉચાકલમ ગામના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જો કે ઉચાકલમ ગામના લોકોની જે સમસ્યા છે તે જાણીને તમને પણ નવાઇ લાગશે. ઉચાકલમ ગામના લોકો પાસે આધાર કાર્ડ તો છે. પરંતુ તેમાં તાલુકાનો કોઇ ચોક્કસ ઉલ્લેખ નથી.

છોટાઉદેપુર

સંખેડા તાલુકાનું વિભાજન થયા બાદ બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો. પરંતુ, સંખેડા તાલુકાનું ગણાતા ઉચાકલમ ગામનો ન તો સંખેડામાં સમાવેશ કરાયો છે કે ન તો બોડેલીમાં. જેના કારણે ગામનો વિકાસ જાણે કે અટકી ગયો છે.

ઉચાકલમના ગ્રામજનો બોડેલી અને સંખેડા એમ બંને તાલુકાઓની કચેરીએ અનેક ધક્કા ખાઇને થાક્યા છે. તેમ છતાં તેમની સમસ્યા સાંભળનારું કોઇ નથી. આધાર કાર્ડમાં અધૂરી માહિતી હોવાથી ગ્રામજનો તમામ સરકારી યોજનાઓથી વંચિત રહે છે. આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!