GSTV
Home » News » છોટાઉદેપુર: જળ સંચયના કૌભાંડ મામલે વધુ એક આરોપીની કરાઈ અટકાયત

છોટાઉદેપુર: જળ સંચયના કૌભાંડ મામલે વધુ એક આરોપીની કરાઈ અટકાયત

છોટાઉદેપુરમાં જળ સંચયના ઓથા હેઠળ થયેલા કૌભાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે..છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુખી સિંચાઈ જળાશય યોજનાની કચેરીના તાબા હેઠળ વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪માં ૪૮૭ ચેકડેમો બનાવવામાં આવ્યા હતા..જે બાદ ગાંધીનગરથી સ્પેશિયલ ટીમોની રચના કરી ચેકડેમોની ગુણવાત્તાની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં ૧૩૦ ચેકડેમો નબળી કક્ષાના બનાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ..જોકે રિપોર્ટ આવે તે પૂર્વે નબળા જાહેર કરાયેલા ૧૩૦ ચેકડેમ પૈકીના ૯૨ ચેકડેમોનાં નિર્માણ કાર્યનાં નાણા ચૂકવી દેવાયા હતા..ચેકડેમ બનાવવા માટે વિભાગની કચેરીમાં જે દસ ખેડૂતોનું જૂથ દર્શાવવામાં આવ્યું હતું..તે પૈકીના ત્રણ લોકો વિદેશમાં વસવાટ કરે છે.અને એકનું ૯ વર્ષથી મૃત્યુ થયુ છે.

જ્યારે બાકીના લોકોની સહીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું..ફક્ત કાગળ ઉપર ચેકડેમ બનાવીને નાણા બારોબાર ઉપાડી લેવાયા હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું..ખેડૂતોના નામની બોગસ સહીઓ કરી બારોબાર ભ્રષ્ટાચાર કરાયાનું આરોપ પ્રયોજક દ્વારા કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!