GSTV

અડીખમ ગુજરાતની વાતો પોકળ, પ્રાથમિક સુવિધાથી વંચિત છોટાઉદેપુરના અનેક ગામોના લોકો કરી રહ્યા છે ઈચ્છા મૃત્યુની માંગ

Last Updated on February 14, 2021 by Pritesh Mehta

ચૂંટણી આવે એટલે જનહિતની વાતો થાય પરંતુ ગુજરાતના ખાસ કરીને છોટાઉદેપુરના અમુક ગામડાઓ હજુ પણ એવા છે જ્યાં પીવાના પાણીની પણ સુવિધા નથી. લોકો પાણી માટે વલખા મારે છે જેથી ચૂંટણી સમયે ગામ લોકો ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામે તો પરવટા ગામના લોકોએ તો ઇચ્છા મૃત્યુની માંગ કરી છે.

છોટાઉદેપુર

સંખેડા તાલુકાનું પરવેટા ગામ, જ્યાં નથી રોડ કે રસ્તા, નથી ગટરની સુવિધા. ચોમાસમાં બેટમાં ફેરવાય જાય છે આખુંયે ગામ, ગામમાં  છે માત્ર 1થી પાંચ ધોરણ સુધીની શાળા, ઉચ્ચ અભ્યાસ માટે સંખેડા બોડેલી કે સુરત સુધી વિદ્યાર્થીઓને લાંબુ થવું પડે છે. ત્યાં સુધી કે વિદ્યાર્થીઓ માટે બસની પણ વ્યવસ્થા નથી. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.

અહીંના લોકોને પાણી માટે પણ તરસવું પડે છે. બોરમાં જે પાણી આવે છે તે પીવાલાયક છે નહીં જેથી હેરણ નદીમાં ખાડા ખોદીને પાણી ભરવા કેટલુંયે ચાલીને જવું પડે છે. આ પરિસ્થિતીમાં ગામ લોકો બસ વિરોધ કરી રહ્યા છે. હવે કંટાળેલા અમુક લોકોએ તો રાષ્ટ્રપતિ સમક્ષ લેખિતમાં ઇચ્છા મૃત્યુની માંગ કરી છે.

હાલમાં ચૂંટણીની મોસમ છે એટલે ગામ લોકોએ કામ નહીં તો મત નહીંના બેનર્સ લગાવીને સુત્રોચ્ચાર કર્યો છે. પરંતુ અહીં સવાલ એ થાય કે વિકસિત ગુજરાતના પોકળ દાવાઓ થાય છે. પણ શું પરવેટા ગામ ગુજરાતની બહાર છે જો ગુજરાતની અંદર 1 હજાર લોકોથી વધુની વસતીના આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ પણ ન અપાઇ હોય તો કહેવાતો વિકાસ શું કામનો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અંજલિ / ભાષા નિષ્ણાત યોગેન્દ્ર વ્યાસની અણધારી વિદાય એ ગુજરાતી ભાષા-સાહિત્યની કમનસીબી છે

Pritesh Mehta

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું વિવાદસ્પદ નિવેદન , આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવે તેવી શક્યતા

pratik shah

કોંગ્રેસના નેતાઓ ઘરે બેસે / ગુજરાતના નેતાઓને અંધારામાં રાખી કોંગ્રેસ હાઈકમાન્ડનો ગુપ્ત સર્વે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ થશે ભાજપવાળી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!