GSTV
Home » News » છોટા ઉદ્દેપુરમાં સત્તાધીશોના વાંકે અર્બન હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન

છોટા ઉદ્દેપુરમાં સત્તાધીશોના વાંકે અર્બન હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન

છોટા ઉદ્દેપુર અને તેની આસપાસના આદિવાસી પંથકના લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવા આશયથી 28 લાખના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરાયુ છે. પરંતુ આ સેન્ટર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાઇ રહ્યુ છે. સત્તાધીશોને જાણે લોકાર્પણમાં રસ ન હોય તેવી સ્થિતી છે.

છોટા ઉદ્દેપુરમાં 28 લાખના ખર્ચે ગરીબ લોકોને મફત આરોગ્યલક્ષી સેવા મળી રહે તેવા શુભઆશયથી અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરાયું છે.

પરંતુ નગરપાલિકાના સત્તાધીશોના વાંકે અર્બન હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા જેવું બની ગયું છે. જો કે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને જ્યારે પૂછ્યુ ત્યારે ઉદ્ઘાટનની તારીખ માટે પત્ર લખ્યાની વાત કરી હતી

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધા મળે તે માટે તૈયાર કરાયેલ આ અર્બન હેલ્થ સેન્ટર હવે ક્યારે શરૂ થશે તે તો ભગવાન જાણે. બસ આશા રાખીએ કે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે પડ્યું પડ્યું ખુદ બીમાર ન પડી જાય

 

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!