GSTV

છોટાઉદેપુરમાં મોટીજરીમાં જર્જરીત આંગણવાડીના કારણે કાર્યકર બહેને ઘરમાં જ શરૂ કરી આંગણવાડી

Last Updated on August 31, 2018 by

સરકાર કે તંત્રને ભલે માસૂમોની કંઈ પડી ન હોય પણ માસૂમ બાળકો સાથે રહેતી આંગણવાડી બહેનોને તેની ચિંતા થતી હોય છે. અનેક જર્જરીત આંગણવાડીઓમાં બાળકો અને બહેનો જીવના જોખમે રહેતા હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં મોટીજરી ગામમાં જર્જરીત થયેલી આંગણવાડીની બાળકોની સુરક્ષાને લઈને કાર્યકર બહેને તેમના ઘરમાં આંગણવાડી શરૂ કરી.

આંગણવાડી જર્જરીત હાલતમાં ગમે ત્યારે પડી જાય તેવી છે. દિવાલો પર અને છત પરથી પોપડા ખરી જતાં સળિયા દેખાઈ રહ્યાં છે. તો પાયામાં પણ તિરાડો પડેલી છે. ચોમાસામાં છત અને દિવાલમાંથી પાણી ટપકતું હોય છે. ત્યારે આવી જોખમી જગ્યાએ ભૂલકાઓને કેવી રીતે બેસાડી શકાય. તેવી ચિંતા ભલે સરકારને કે તંત્રને ન હોય. પણ આંગણવાડીની બહેનોને જરૂર છે. એક વર્ષથી જર્જરીત  આંગણવાડીની આવી હાલતને લઈને કાર્યકર બહેનોએ વારંવાર આઈ.સી ડી.એસ વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આખરે આ બહેને પોતાના જ કાચા ઘરમાં આંગણવાડી શરૂ કરી છે. આ મકાન ભલે કાચુ હોય. બાળકો માટે કોઈ રમત ગમતના સાધનો ન હોય. પણ અહીં આ ભૂલકા સલામત છે તેમ ગ્રામજનોનું કહેલું છે. આ બહેનો બાળકોને માવતરની જેમ સાચવીને જમવાનું પણ આપે છે.

અધિકારીને આ બાબતે પૂછતાં તેમણે ઉપલા વિભાગમાં જણાવી દીધું છે. અને ઓર્ડર મળતાં નવી આંગણવાડી બનાવવામાં આવશે તેવો સરકારી ભાષામાં જ જવાબ આપીને સંતોષ માની લીધો.

સરકાર કે તંત્રને ભૂલકાઓની કંઈ પડી નથી તેનો આ દાખલો છે. તો આવી નિષ્ઠાવાન આંગણવાડી બહેનોને પણ પ્રોત્સાહન મળતું નથી. રાજ્યમાં આવી તો અનેક આંગણવાડીઓ છે જ્યાં ભૂલકાઓના માથે જોખમ તોળાતું રહેતું હોય છે.

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!