GSTV

હવે આદીવાસીઓ સુધી પહોંચ્યો Corona, અત્યારસુધી બાકાત રહેલા આ જિલ્લામાં હવે નવા 7 પોઝિટીવ કેસ

Corona

Last Updated on May 30, 2020 by Arohi

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 24  કોરોના (Corona) કોવિડ  19  પોઝિટિવ કેસ હતા.જેમાં તા 29 ના રોજ  જિલ્લાના કાકરકુંડ ગામના  5   અને ધામોડી ગામના  2  કેસ એમ સાત કેસ  ઉમેરાતા જિલ્લાનો આંકડો 31  ઉપર પહોંચતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગાબડીયા ગામનો યુવાન તા  28  ના રોજ  પોઝિટિવ  આવ્યો હતો. આ વ્યક્તિ ગામમાં મજૂરીએ બહાર ગયેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 180  કોરોના ટેસ્ટ અંગેના સેમ્પલ વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં મોકલ્યા હતા. એ પૈકી 7  પોઝિટિવ કેસ  આ મોકલેલ સેમ્પલમાંથી આવ્યા હતા.

29 ના રોજ Corona પોઝિટિવ કેસ બહાર આવ્યા

જે તા 29 ના રોજ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. તેમાં કાકરકુંડ ગામના પાંચ જેમાં (1) રાઠવા સર્જનભાઈ મોહનભાઇ (ઉ.૩૦) , (2) શકુંતલાબેન સર્જનભાઈ (ઉ.25) ,(3) રાઠવા દીપાભાઈ દલાભાઈ (ઉ. 38), (4) સવિતાબેન દીપાભાઈ રાઠવા )ઉ.39),  (5) રાઠવા કિરણભાઈ કલસિંગભાઈ (ઉ.૩૫) સામેલ છે.

છોટાઉદેપુરના ધામોડી ગામમાં બે મહિલા પોઝિટિવ આવી છે. જેમાં (1) ધાણક નિકિતાબેન (ઉ.18) ,(2) ધાણક શાંતિબેન (ઉ.20) પણ કોરોના   પોઝિટિવ છે. આ 7 વ્યક્તિઓ બહાર મજૂરીએ ગયેલા ત્યાંથી સંક્રમિત થઈ  આવ્યા હોય તેવી શંકા  સેવાઇ રહી છે.

Corona

23 Corona પોઝિટિવ કેસ

 સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ 23  કોરોના પોઝિટિવ કેસ હતા. જેમાં બહાદરપૂરના આશાવર્કર તડવી રંજનબેન ને પણ તા.૨૯ ના રજા આપી દેતા જુના 23 વ્યક્તિઓ સ્વસ્થ થઈને ઘરે ગયેલા છે. તા 28 ના 1 અને તા 29 ના નવા આવેલ 7 કેશ કુલ 8 વ્યક્તિઓ હવે આઇસોલેશન વોર્ડમાં સારવાર લેશે.

 અત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર 5628  વ્યક્તિઓ હોમ ક્વાેરેન્ટાઇનમાં છે.બહાર મજૂરી અર્થે ગયેલા વ્યક્તિ કુલ 60126  પરત વતન ફરેલા છે. હવે ગામડાઓની અંદરથી કોરોના  કેસ મળતા તંત્રએ સજાગ રહેવું જરૃરી છે.

છોટાઉદેપુર તાલુકાના ગાબડીયા ગામના નવસિંગભાઈ ફુલસિંગભાઈ રાઠવા જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેઓને કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવતા તે વિસ્તારમાં પતરા લગાડી વિસ્તારને કોર્ડન કરી ક્લસ્ટર કવોરંટાઇન કરી દેવામાં આવ્યો હતો.

છોટાઉદેપુરમાં Corona પોઝિટિવ કેસની સ્થિતિ

કુલ કેસ 31
સાજા થયા23
મોત  0
કુલ સક્રિય કેસ 8

Read Also

Related posts

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!