GSTV
Home » News » છોટાઉદેપુરના બોડેલીના અલીપુરામાં ગંદકી અને કચરાના ઢગના કારણે લોકો પરેશાન

છોટાઉદેપુરના બોડેલીના અલીપુરામાં ગંદકી અને કચરાના ઢગના કારણે લોકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજય દેખાય છે. વાત છે બોડેલીના અલીપુરા વિસ્તારની જ્યાં લોકોને દુર્ગંધ મારતી ગંદકીમાં રહેવું પડે છે. ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફેલાયા છે. જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અલીપુરા વિસ્તારમાં વરસાદી પાણી ફેલાયેલું જોવા મળે છે. જો કે તંત્ર દ્વારા પાણીનો કોઇ નિકાલ કરવામાં આવતો નથી. કોઈ મોટો રોગચાળો ફેલાય તે પહેલા અલીપુરા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઈ થાય તે જરૂરી છે. સાથો સાથ ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકો પણ માંગણી કરી રહ્યાં છે.

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

Mansi Patel

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!