GSTV

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં નક્સલગ્રસ્ત વિસ્તારોમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ

Last Updated on November 20, 2018 by

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સવારે આઠ વાગ્યાથી 72 બેઠકો પર વોટિંગ શરૂ થઈ ચુક્યું છે. મતદાતાઓ છત્તીસગઢ વિધાનસભાના સ્પીકર ગૌરીશંકર અગ્રવાલ, રમણસિંહ સરકારના પ્રધાનમંડળના નવ પ્રધાનો અને વિધાનસભામાં વિપક્ષના નેતા ટી. એસ. સિંહદેવ સહીત 1079 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરી રહ્યા છે. બીજા તબક્કામાં એક કરોડ તેપ્પન લાખ પંચ્યાસી હજાર નવસો ત્યાસી મતદાતાઓ 1079 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે વોટિંગ કરી રહ્યા છે.

બીજા તબક્કામાં કુલ 119 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડી રહી છે. રાયપુર નગર દક્ષિણ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 46 ઉમેદવારો અને બિન્દ્રાનવાગઢમાં સૌથી ઓછા છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પહેલા તબક્કામાં નક્સલગ્રસ્ત વિસ્તારોની અઢાર બેઠકો પર વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે.

છત્તીસગઢમાં શાંતિપૂર્ણ મતદાન માટે અર્ધલશ્કરી દળો અને પોલીસના અંદાજે એક લાખ જેટલા સુરક્ષાકર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે. છત્તીસગઢના ગરિયાબંદ, ધમતરી, મહાસમુંદ, કબીરધામ, જશપુર અને બલરામપુર જિલ્લાના કેટલાક વિસ્તારો નક્સલગ્રસ્ત છે. આ જિલ્લામાં સુરક્ષાદળોના જવાનોને મોટી સંખ્યામાં તેનાત કરવામાં આવ્યા છે.

બીજા તબક્કાની 72 બેઠકોમાંથી 17 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને નવ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2013માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 72 બેઠકોમાંથી 43 અને કોંગ્રેસને 27 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. જ્યારે 2013માં આ બેઠકો પરથી બીએસપીને એક અને અપક્ષને એક બેઠક મળી હતી.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં રાયપુર દક્ષિણ બેઠક પરથી બૃજમોહન અગ્રવાલ, રાયપુર પશ્ચિમથી રાજેશ ભૂણત, ભિલાથઈ પ્રેમપ્રકાશ પાંડે, બૈકુંઠપુરથી ભૈયાલાલ રાજવાડે, મુંગેલીથી પુન્નૂલાલ મોહિલે, પ્રતાપપુરથી રામસેવક પેકરા, બિલાસપુરથી અમર અગ્રવાલ, કુરંદથી અજય ચંદ્રાકાર અને નવાગઢતી દયાલદાસ બધેલ ચૂંટણી લડી રહ્યા છે.

મતદાતાઓ અંબિકાપુર વિધાનસભા બેઠક પરથી છત્તીસગઢ વિધાનસભામાં વિપક્ષના નેતા ટી. એસ. સિંહદેવ, પાટનથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભૂપેશ બધેલ, સક્તિથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચરણદાસ મહંત, દુર્ગ ગ્રામીણથી સાંસદ તામ્રધ્વજ સાહૂ, મરવાહીથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગી અને કોટાથી અજીત જોગીના પત્ની રેણુ જોગી ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢની રચનાની સાથે અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતો રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. જેને કારણે છત્તીસગઢમાં ઘણી બેઠકો પર ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે.

છત્તીસગઢમાં ભાજપ ગત પંદર વર્ષથી સત્તમાં છે. આ વખતે ભાજપ 65થી વધારે બેઠકો જીતીને ચોથીવાર રાજ્યમાં સરકાર બનાવવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. તો કોંગ્રેસને આશા છે કે છત્તીસગઢમાં પરિવર્તનના પવનમાં ભાજપની સત્તા જશે. છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, બીએસપીના પ્રમુખ માયાવતી અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના પ્રમુખ અજીત જોગીએ ઘણી રેલીઓને સંબોધિત કરી છે.

મહત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કામાં નક્સલપ્રભાવિત બસ્તરના સાત જિલ્લા અને રાજનાંદગાંવની કુલ અઢાર બેઠકો પર બારમી નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં અઢાર બેઠકો પર 76 ટકાથી વધારે મતદાન નોંધાયું હતું. તેને નક્સલીઓની હિંસાખોરીને મોટો જવાબ માનવામાં આવે છે.

Related posts

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!