GSTV

દેશનું આ પહેલું રાજ્ય જેમણે કોરોના સંકટમાં ખેડૂતોના ખાતામાં નાખ્યા 1500 કરોડ રૂપિયા

Last Updated on May 21, 2020 by

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી છત્તીસગઢના ખેડૂતો માટે રાજીવ ગાંધી ન્યાય યોજના શરૂ કરી છે.. આ પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આવી ક્રાંતિકારી યોજના રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલી હશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વીડિયો કોન્ફ્રેન્સિંગ મારફત ઉદ્ધઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.

ખેડૂતોના ખાતામાં 5,700 કરોડની રકમ જમા કરાવાશે

ન્યાય યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 5,700 કરોડની રકમ જમા કરાવાશે. છત્તીસગઢ દેશનું એવું પહેલા રાજ્ય બનવા જઇ રહ્યું છે જે કોરોના સંકટના સમયે ખેડૂતોને આર્થિક મદદ કરી રહ્યું છે. સીએમ હાઉસમાં ગુરૂવારે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સીએમ ભૂપેશ બઘેલ સહિત તમામ પ્રધાનોની ઉપસ્થિતિમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

19 લાખ ખેડૂતોને લાભ મળશે

આ યોજનાથી છત્તીસગઢના 19 લાખ ખેડૂતોને લીધો લાભ મળશે. લાભાર્થીઓમાં 9 લાખ 53 હજાર 706 સીમાંત ખેડૂતો, 5 લાખ 60 હજાર 285 નાના ખેડૂતો અને 3 લાખ 844 મોટા ખેડૂતોને લાભ મળશે. બધા લોકોના ખાતામાં પહેલો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. સાથે 18.43 કરોડ રૂપિયા શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળ્યા છે. સીએમ ભૂપેશ બધેલે આ અવસરે કહ્યું આનાથી ખેડૂતોનું આવક વધશે.

READ ALSO

Related posts

મોબ લિંચિંગ પર સખ્તીની તૈયારીઓ, સંસદમાં કેન્દ્રે જણાવ્યું હાલના કાયદાનો રિવ્યૂ યથાવત! મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર

pratik shah

શાનદાર મોકો: પેટીએમ IPO લોન્ચ સાથે દેશના યુવાનોને આપશે રોજગાર, 20,000 નવા યુવાનોને આપવાની છે નવી નોકરી

Pravin Makwana

મસમોટી વાતો / ખેડૂતોની આવક તો ન વધી પણ 17 લાખ કરોડના થયા દેવાદાર, સરકારે કર્યા હાથ અદ્ધર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!