છત્તીસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ અથડામણ, આઠની ધરપકડ

છત્તીસગઢના દંતેવાડામાં સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસે નક્સલીઓના કેમ્પને તબાહ કરી દીધો છે. દંતેવાડા જિલ્લા ડીઆરજી, સીઆરપીએફ અને કિરંદુલ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી અને એક 303 રાઈફલ પણ જપ્ત કરી છે.

દંતેવાડામાં અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષાદળો પર નક્સલીઓએ ઠેર-ઠેરથી ફાયરિંગ શરૂ કર્યું હતું. એસપી અભિષેક પલ્લવે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે કિરંદુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરોલી ડોકાપારામાં અથડામણની ઘટના બની હતી. આ પહેલા છત્તીસગઢના જ બીજાપુરમાં 14 નવેમ્બરે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
- કાર્તિકને ટીમમાંથી બહાર કરતા ભડક્યા સુનીલ ગાવસ્કર, વિશ્વ કપ માટે બનાવી પોતાની ટીમ
- પુલવામામાં શહીદ પંકજ ત્રિપાઠીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા CM યોગી
- બેબી બંપની સાથે સુરવીન ચાવલાએ કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ગ્લેમરસ તસ્વીરો
- ગુજરાતમાં આતંકી હુમલાનું IBનું ઈનપૂટ છે પરંતુ ચોકી પર પોલીસના ફોટો જુઓ
- રવિવારે દિશા પટણી સાથે ડેટ પર જાય છે ટાઈગર શ્રોફ, આ છે કારણ
અથડામણમાં એક આઈઈડી બ્લાસ્ટમાં બીએસએફના કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. નક્સલીઓએ બીએસએફના જવાનોને લઈ જઈ રહેલી બસને નિશાન બનાવી હતી. આ અથડામણમાં બીએસએફના ચાર જવાનો, એક ડીઆરજી અને એક નાગરિકના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ હતા.