GSTV
Gujarat Government Advertisement

મિસાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

મૂક

Last Updated on May 12, 2021 by Bansari

કોરોના મહામારીના આ દોરમાં ડોક્ટર અને નર્સ જ છે, જે આપણા માટે ભગવાન બનીને આવ્યા છે. કોરોના દર્દીઓની સારવાર માટે તેઓ પોતાના જીવની ચિંતા કર્યા વિના દિવસ-રાત કામ કરી રહ્યાં છે. આવી જ એક નર્સ છે સ્વાતિ, જે છત્તીસગઢના બિલાસપુરની રેલવે હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહી છે. અહીં કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કેટલાંક દર્દીઓ એવા પણ છે જે મૂક-બધિર છે. તેવામાં સ્વાતિએ આ દર્દીઓ સાથે વાત કરવા માટે સાઇન લેંગ્વેજ શીખી લીધી. સ્વાતિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. રેલવેએ પણ ટ્વીટ કરીને સ્વાતિના વખાણ કર્યા છે.

મૂક-બધિર દર્દીઓની સારવાર દરમિયાન સ્વાતિને થયો આ અનુભવ

સ્વાતિએ પોતાના વોર્ડમાં દાખલ મૂક-બધિર દર્દીઓની સારવાર દરમિયાન અનુભવ્યું કે તે તેમની સાથે વાતચીત નથી કરી શકતી. તેથી તેણે ઓનલાઇન કલાકો સુધી મહેનત કરીને સાઇન લેંગ્વેજ શીખી અને દર્દીઓ સાથે વાતચીત કરીને તેમની તકલીફને સમજતા વધુ સારી રીતે સારવાર કરવાનો પ્રયાસ કર્યો. સ્વાતિના આ જ પ્રયાસોથી તેણે મૂદ-બધિર દર્દીઓનું દિલ તો જીતી જ લીધું પરંતુ સાથે જ રેલવેએ પણ તેના પ્રયાસની પ્રશંસા કરી.

રેલવેએ પણ કર્યા સ્વાતિના વખાણ

રેલવે તરફથી સ્વાતિનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં રેલવેએ લખ્યું, માનવીય સંવેદના સાથે સાથે કર્તવ્ય પરાયણતાનું અનોખુ ઉદાહરણ! બિલાસપુર, છત્તીસગઢની રેલવે હોસ્પિટલમાં કોરોના પીડિત મૂક બધિર દર્દીઓ માટે નર્સ સુશ્રી સ્વાતિએ સાઇન લેંગ્વેજ શીખી છે જેથી દર્દીઓની વાત સરળતાથી સમજી શકાય અને તેમની મદદ કરી શકાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!