55 લાખ લોકોને ફ્રી મોબાઈલ યોજના રદ, આ સરકારે ડીજીપી પણ બદલી નાખ્યા

છત્તીસગઢના સીએમ તરીકે ચાર્જ લેતાની સાથે જ ભૂપેશ બઘેલે ભાજપની રમણસિંહ સરકારની યોજનાઓ પર બ્રેક મારવાનું શરું કરી દીધું છે. જેમાં અગાઉની સરકારે છત્તીસગઢના લોકોને મફત મોબાઈલ આપવાની યોજના પર પણ તેમણે રોક લગાવી દીધી છે. રમણસિંહે સંચાર ક્રાંતિ યોજનાના ભાગરૂપે 55 લાખ પરિવારોની મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને મફત ફોન આપવાનુ નક્કી કર્યુ હતુ. ચૂંટણી પહેલા 30 લાખ પરિવારોને ફોન અપાયા હતા અને 25 લાખ મોબાઈલનુ વિતરણ બાકી રહી ગઈ હતુ.

રમણસિંહના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક આ પ્રોજેક્ટને હવે કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ બ્રેક વાગી ગઈ છે. બઘેલે રાજ્યના પોલીસ વડાની પણ ગણતરીના કલાકોમાં બદલી કરી નાંખી છે.હવે નક્સલ અભિયાનના વિશેષ મહાનિર્દેશક ડી એમ અવસ્થીને નવા ડીજીપી બનાવાયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter