GSTV

માનવતા શર્મસાર/ ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીનું મોત, મૃતદેહને કચરાની ગાડીમાં લઇ જવાયા

કોરોના

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં હાલ કોરોનાને કારણે સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દરેક રાજ્યમાં એક જેવી જ સ્થિતિ બની રહી છે. છત્તીસગઢમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે માનવતા માનવતા મરવા પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અહીં છત્તીસગઢના રાજનાંદગાંવ જીલ્લાના ડોંગરગાંવ બ્લોકમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહને કચરો લઈ જતી વેનમાં નાંખીને લઈ જવાતા હોવાની તસવીરો સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓ પોતાનો બચાવ કરી રહ્યા છે.

કોરોના

રાજનાંદગાંવ જીલ્લા મુખ્યાલયથી 25 કિ.મી.ના અંતરે 2 સગી બહેનો સહિત 3 લોકોના સમયસર ઓક્સિજન ના મળવા પર મોત થયા હતા. આ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ ઉપરાંત અન્ય એક વ્યક્તિના મોત પર હોસ્પિટલમાં હોબાળો થયો હતો. ચારેય મૃતદેહોને કચરો ફેંકવાની વેનમાં લઈ જવાયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ અહીંના સ્વાસ્થ્ય અધિકારી આઈસોલેટ થઈ પોતાનો બચાવ કરતા જોવા મળ્યા. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોના

છત્તીસગઢની સ્થિતિ ખરાબ

છત્તીસગઢ વસ્તીના હિસાબથી એક નાનો રાજ્યો છે, પરંતુ કોરોનાના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છત્તીસગઢમાં હવે દૈનિક 10 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4,86,244 કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. જ્યારે મૃત્યુઆંક 5,307એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1,18,636 કેસો એક્ટિવ છે.

Read Also

Related posts

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!