GSTV

લક્ષચંડી મહાયજ્ઞમાં રાજકીય નેતાઓનો જમાવડો, આ રાજ્યનાં મુખ્યમંત્રીએ કર્યો NRC/CAA નો વિરોધ

Last Updated on December 21, 2019 by

ઉંઝાના ઉમિયાનગરમાં ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે હાજરી આપી હતી. તેઓ CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યું હતુ. તેમણે એનઆરસી બિલ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે હું આ બિલના રજીસ્ટ્રેશનમાં હું સહી નહીં કરું.

ઉંઝા ખાતે રાજકીય નેતાઓ પણ લક્ષચંડી યજ્ઞના દર્શન કરવા જઇ રહ્યા છે. કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પરેશ ધાનાણીએ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતુ. પાટણના ધારાસભ્યએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે કોંગ્રેસના સમયમાં હેલિકોપ્ટરથી તીડનો આતંક નાબૂદ કર્યો હતો. ભાજપની સરકાર કેમ કરી શકતી નથી.

તો ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં રાજકીય નેતાઓ અને મહાનુભાવો પણ પહોંચ્યા છે. મધ્યપ્રદેશ મીરજાપુરના સાંસદ અનુપ્રિયા પટેલ આજે ઉપસ્થિત રહ્યા હતા. તો રાજસભાના સાંસદ જુગલ ઠાકોરે પણ હાજરી આપી હતી.જુગલ ઠાકોર અને અનુપ્રિયાએ લક્ષચંડી યજ્ઞમાં આવી ખુશી વ્યક્ત કરી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. જુગલ ઠાકોરે હુમલા મામલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. હુલ્લડો કરાવી શાંતિ ડોહળવી એ કોંગ્રેસનો એજેન્ડા છે.અમદાવાદ હુમલામાં પણ કોંગ્રેસના કાઉન્સિલર પકડાયા છે.

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!