GSTV
Home » News » છત્તીસગઢમાં જીત બાદ દિલ્હી પહોંચ્યા હતા કોંગ્રેસના કદાવર નેતા છતાં ન મળ્યું મંત્રીપદ, ઠાલવ્યો બળાપો

છત્તીસગઢમાં જીત બાદ દિલ્હી પહોંચ્યા હતા કોંગ્રેસના કદાવર નેતા છતાં ન મળ્યું મંત્રીપદ, ઠાલવ્યો બળાપો

છત્તીસગઢમાં વર્ષો બાદ હાંસલ થયેલી સત્તા કોંગ્રેસી નેતાઓને પચી રહી હોય તેમ લાગતુ નથી. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંત્રિમંડળની રચના કરતાની સાથે જ કોંગ્રેસમાં બળવાખોરી થઈ છે. રાજીમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા નેતા અમિતેશ શુક્લાએ મંત્રીમંડળમાં સ્થાન નહી મળવા સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છેકે હું ગાંધી પરિવાર સાથે ત્રણ પેઢીથી જોડાયેલો છું. મને ન્યાય મળવો જોઈએ.

મંત્રીમંડળમાં ન અપાયું સ્થાન

મંત્રીમંડળમાં 10 મંત્રીઓને સ્થાન અપાયુ છે.જોકે તેમાં અપેક્ષાઓથી વિપરિત અમિતેશ શુક્લાનુ નામ નહોતુ. અમિતેશ શુક્લા ચૂંટણી જીત્યા પછી દિલ્હીમાં હતા અને રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના મોટા નેતાઓને મળ્યા હતા.છતા તેમને મંત્રીમંડળમાં જગ્યા મળી નથી.

જાણકારોના કહેવા પ્રમાણે જાતીગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયા છે.કોંગ્રેસના નેતા ચરણદાસ મહંત છત્તીસગઢમાં વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે.તેમના સિવાય રવિન્દ્ર ચોબે, મહોમ્મદ અકબર, પ્રેમસાય સિંહ અને ક્વાસી લખમા પણ મંત્રી બન્યા છે.

Related posts

મોદી પીએમ પદના શપથ બાદ સૌ પ્રથમ કરશે આ દેશનો પ્રવાસ, 2014માં ભૂતાન ગયા હતા

Nilesh Jethva

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel

મેડીકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક હજારો વિદ્યાર્થીઓને રૂપાણી સરકારની મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!