GSTV
Home » News » અહીં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલવાથી ચિકન ખરીદી પર મળે છે ડિસ્કાઉન્ટ

અહીં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ બોલવાથી ચિકન ખરીદી પર મળે છે ડિસ્કાઉન્ટ

પુલવામા આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો છે. જવાનોની શહાદતથી દરેક જણ દુઃખી છે. દેશભરમાં લોકો પોત પોતોની તરફથી પાકિસ્તાનની કાયરતા પર વિરોધ કરી રહ્યું છે. છત્તીસગઢમાં ભોજનનો સ્ટોલ ચલાવવા વાળો આ દુકાનદાર પણ પાકની હરકતનો વિરોધ કરી રહ્યો છે.

રાજ્યના જગદલપુરમાં રહેવા વાળો આ દુકાનદાર એ લોકોને ચિકન લેગ પીસમાં 10 રૂપિયાની છુટ આપી રહ્યો છે જે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેશે.

આ દુકાનદારનું નામ અંજલ સિંહ છે તેમનું કહેવું છે, પાકિસ્તાન માણસાઈને ક્યારેય મહત્વ નથી આપતું અને ન ક્યારેય આપશે. માટે બધાએ પોતાના દિલથી કહેવું જોઈએ કે પાકિસ્તાન મુર્દાબાદ.

તમને જણાવી દઈએ કે કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. 14 ફેબ્રુઆરીએ થયેલા આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

પુણેમાં પણ એક ઝંડા વિક્રેતા ગિરીશ મુરુદકર ઝંડાવાળાએ 100થી વધુ પાકિસ્તાની ઝંડા વેચ્યા. તેની સાથે જ તેમણે મફતમાં લાઈટર પણ આપ્યા જેથી લોકો ઝંડાને આગ લગાવી શકે.

Read Also

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!