મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ પરના નિવેદન વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ નીતિન સતપુતે આ અરજી દાખલ કરીને કોશ્યારીને રાજ્યપાલના પદ પરથી હટાવવાની માંગ કરી છે. કોશ્યારીએ છત્રપતિ શિવાજીને જૂના આદર્શ ગણાવ્યા હતા. તેમની આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમના નિવેદનની આકરી ટીકા થઈ રહી છે અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ પછી તેમના રાજીનામાના સમાચાર પણ જોરશોરથી સામે આવ્યા હતા. જો કે, રાજભવનના સૂત્રોએ આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા.

કોશ્યારીની મુશ્કેલીમાં વધારો
હવે આ મામલે કોશ્યારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પહેલાથી જ તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓ તેમની વિરુદ્ધ કાર્યવાહી અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ છત્રપતિ શિવાજી મહારાજ વિશેના તેમના નિવેદન માટે ભગતસિંહ કોશ્યરી વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે.
નવેમ્બરની શરૂઆતમાં એક કાર્યક્રમ દરમિયાન ભગતસિંહ કોશ્યારીએ શિવાજી મહારાજને ભૂતકાળના આદર્શ ગણાવ્યા હતા જ્યારે ભાજપના નેતા નીતિન ગડકરીને આજના આદર્શ ગણાવ્યા હતા. કોશ્યારીએ કહ્યું હતું કે જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે અમને અમારા પ્રિય હીરો અથવા નેતા વિશે પૂછવામાં આવતું હતું. આજે તમને મનપસંદ હીરો નીતિન ગડકરી અહીં મળશે.
કોશ્યારી ઘણા વિવાદોમાં ફસાયેલા છે
આ પહેલા 2019માં પણ કોશ્યારીવવાદમાં સપડાયા હતા. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને શપથ લેવડાવ્યા હતા. આટલું જ નહીં, કોરોનાના સમયગાળા દરમિયાન મંદિર ખોલવાના મુદ્દે પણ તેમને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જ્યારે તેમણે પોતે ઉદ્ધવને પત્ર લખીને ધર્મનિરપેક્ષ ગણાવ્યા હતા.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ