GSTV

VIDEO: રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર થયુ રીલિઝ, આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની અપકમિંગ ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો કે, શનિવારે આખરે ફિલ્મ મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા ઉપરાંત મોહમ્મદ જિશાન અયૂબ પણ ખાસ ભૂમિકા નિભાવી રહ્યા છે.

છલાંગના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, રાજકુમાર રાવ અને મોહમ્મદ જીશાન સ્પોર્ટ્સ ટીચરના રોલમાં છે જ્યારે નુસરત ભરૂચ કંમ્પ્યુટર ટીચરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ આખી હરિયાણવી પહેરવેશમાં બનાવેલી છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે, બંને અભિનેતા કઈ રીતે નુસરતને ઈંપ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છે. બાદમાં બંને વચ્ચે પ્રાઈડની વાત આવે છે અને શરૂ થાય છે બંને વચ્ચેની કોમ્પિટિશન.

રાજકુમાર રાવની આ ફિલ્મને હંસલ મહેતાએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા તે શાહિદ, સિટીલાઈટ્સ, અલીગઢ, સિમરન જેવી શાનદાર ફિલ્મનું નિર્માણ કરી ચુક્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, લવ રંજન અને અજય દેવગને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આગામી 13 નવેમ્બરે અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

READ ALSO

Related posts

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!