GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારાની ઇશ્વર એક સરખી સ્ક્રિપ્ટ લખી રહ્યો છે કે શું ? ફરી થયો આ ચમત્કાર

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલ એડિલેડ ટેસ્ટને ભારતે 31 રને જીતી લીધો. વિરાટ કોહલી અને ટીમને મેદાનમાં ઉતરતા સમયે 6 વિકેટની જરૂર હતી અને ટીમ ઇન્ડિયાના બોલરોએ આ 6 વિકેટ મેળવી પણ લીધી. જોકે આ યાદગાર જીત પાછળ કોઇ વ્યક્તિનો હાથ હોય તો એ ક્રિકેટરનું નામ છે ચેતેશ્વર પૂજારા. ચેતેશ્વરની ઇનિંગના કારણે જ ભારત આ મેચમાં જીત મેળવવા માટે સફળ થયું.

પૂજારા આ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બન્યો. આ ટેસ્ટ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એર્વોડ પણ આપવામાં આવ્યો. ચેતેશ્વરે પોતાની પહેલી ઇનિંગમાં 123 અને બીજી ઇનિંગમાં 71 રનની ઇનિંગ રમી ભારતનો બીજો વોલ સાબિત થયો. તેની રન બનાવવાની ટેકનિક અને મેદાનમાં અડીખમ રહેવાની શક્તિ જ તેને રાહુલ દ્રવિડની માફક બીજી વોલ બનાવે છે.

આ સિવાય જોગાનુંજોગ એવું બન્યું છે કે આ પહેલા એડિલેડના ગ્રાઉન્ડમાં જ્યારે ભારત પહેલીવાર જીતેલું ત્યારે રાહુલ દ્રવિડ મેન ઓફ ધ મેચ થયો હતો. 2003માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ટીમ મેદાનમાં ઉતરેલી ત્યારે દ્રવિડે ઓસ્ટ્રેલિયાની ટીમને એડિલેડના મેદાનમાં જ હંફાવી હતી અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે ચેતેશ્વર પૂજારાએ પણ એ ઇતિહાસને રિપીટ કરતા 2018માં મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો છે. બંન્ને ખેલાડીઓ 3 નંબર પર જ બેટીંગ કરે છે એ પણ જોગ સંજોગ જ છે.

ચેતેશ્વરે મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યા બાદ કહ્યું કે, ”સૌથી મહત્વપૂર્ણ વાત મારા માટે તૈયારી છે. ત્યારે મને ખબર હતી કે ઓસ્ટ્રેલિયાની પીચ કેવી હશે. પહેલી ઇનિંગમાં લગાવેલી સેન્ચુરી મારા માટે ખાસ હતી. છેલ્લે અમે ટેસ્ટમેચ જીતવામાં સફળ પૂરવાર થયા. જેનો પૂરો શ્રેય ફાસ્ટ બોલરોને આપવો રહ્યો. પહેલી ઇનિંગમાં 15 રનની બઢતથી અમને મનોવૈજ્ઞાનિક રીતે લાભ મળ્યો. એક બીજા પર કરવામાં આવેલો વિશ્વાસ ટીમને કામ આવ્યો. દેશ માટે રમતા મને ઘણો અનુભવ થઇ ગયો છે. અમારી બેટીંગમાં હજુ પણ થોડો સુધારો કરવાની જરૂર છે. અમે અમારી ભૂલોથી લગાતાર શીખતા રહ્યા છીએ અને બીજી ઇનિંગમાં ટીમે સારી બેટીંગનું પ્રદર્શન કર્યું. આજે હું જે કંઇ પણ છું, મારા પિતાના કારણે છું. એ હતા જેમણે માત્ર 8 વર્ષની ઉંમરમાં ક્રિકેટનું કોચિંગ આપવાની શરૂઆત કરી. આજે તેમને ખરેખર ગર્વ મહેસૂસ થઇ રહ્યો હશે.”

READ ALSO 

Related posts

‘જય’ માટે ભાવુક બન્યો ‘વીરુ’ , અમિતાભ બચ્ચન માટે ધર્મેન્દ્રએ લખી આ ખાસ પોસ્ટ

Bansari

રણદીપ સુરજેવાલાનો દાવો: 48 કલાકમાં ઘણીવાર કોંગ્રેસ નેતૃત્વની સચિન પાયલટ સાથે થઇ વાત, ભાજપ પર કર્યા આક્ષેપ

pratik shah

કોરાના સંક્રમણ રોકવા માટે મહાપાલિકાનો એક્શન પ્લાન, મુસાફરો ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!