GSTV
Home » News » ICC રેન્કિંગ : પુજારાને સિડનીમાં સદી ફટકારવાનું ઇનામ, રિષભ પંતે ધોનીને પછાડ્યો

ICC રેન્કિંગ : પુજારાને સિડનીમાં સદી ફટકારવાનું ઇનામ, રિષભ પંતે ધોનીને પછાડ્યો

ટીમ ઇન્ડિયાના રન મશીન ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શનના દમ પર આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનમાં ટૉપ ત્રણમાં સામેલ થઇ ગયાં છે જ્યારે સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને બેટ્સમેનના રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરોના પાછલા રેકોર્ડની બરાબરી કરી છે.

પુજારાએ ચાર મેચની સીરીઝમાં 521 રન બનાવીને ભારતની 2-1ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે સીડનીમાં અંતિમ મેચમાં 193 રન બનાવ્યા જેનાથી તે બેટ્સમેન રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પુજારાના હવે 881 રેટિંગ પોઇન્ટ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 922 પોઇન્ટ સાથે ટૉપ પર છે જ્યારે તેના બાદ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનનો નંબર આવે છે.


સિડનીમાં 159 રનની અણનમ ઇનિંગ રમનાર 21 વર્ષીય પંતે બેટ્સમેન રેન્કિંગમાં 17મા સ્થાને પહોંચી ગયો છે. આ રીતે તેણે ભારતીય વિકેટકીપરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગના ફારૂખ એન્જિનિયરના ગત રેકોર્ડની બરાબરી કરી છે. એન્જિનીયર જાન્યુઆરી 1973માં 17મા નંબરે પહોંચ્યો છે.

આઇસીસી અંડર-19 વર્લ્ડ કપ 2019ના સ્ટાર પંત ફક્ત નવ ટેસ્ટ મેચ બાદ ટૉપ-20માં સામેલ થઇ ગયા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં તે 59મા સ્થાને હતાં. આ સીરીઝમાં તેણે 350 રન બનાવવા ઉપરાંત 20 કેચ પણ કર્યા.

જાડેજા બોલર્સ અને ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં પણ એક એક ક્રમ ઉપર આવીને અનુક્રમ પાંચમા અને બીજા સ્થાને પહોંચી ગયા છે. બોલર્સમાં કુલદીપ યાદવ સાત ક્રમ આગળ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 45મી રેન્કિંગ પર પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 99 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રલિયન ખેલાડીઓમાં ઓપનિંગ બેટ્સમેન માર્ક્સ હેરિસને પહેલી ઇનિંગમાં 79 રન બનાવવાનો ફાયદો મળ્યો છે અને તે 21 ક્રમ છલાંગ લગાવીને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 69માં રેન્કિંગ પર પહોંચી ગયો છે. બોલર્સમાં નાથન લાયન એક સ્થાન ઉપર 13મા ક્રમે પહોંચી ગયો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડની ટેસ્ટ મેચની સમાપ્તિ બાદ જારી આ રેન્કિંગમાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચ પણ સામેલ છે.

Read Also

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

Xiaomi ના નવા Mi A3 પહેલી સેલ આજે, શરૂઆતની કીંમત તમારા ખીસ્સાને અનુકૂળ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!