GSTV
Bollywood Entertainment Trending

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

ઉર્ફી જાવેદ એક એવુ નામ જેને આજે કોઇ ના જાણતુ હોય તો જ નવાઇ. આ અભિનેત્રી પોતાની અતરંગી અને બોલ્ડ ફેશન સેંન્સના કારણે વધુ ચર્ચામાં રહે છે. ક્યારેક ફુલ તો ક્યારેક મોબાઇલને તો ક્યારેક કાચને પોતાની ફેશનમાં એડ કરીને ડિઝાઇનર ડ્રેસ બનાવીને ચર્ચામાં આવી જાય છે. પરંતુ આ ચર્ચા વચ્ચે ઘણા લોકો ઉર્ફીની મજાક પણ ઉડાવે છે તો કેટલાક પ્રશંસા પણ કરે છે.

ઉર્ફી ‘યુવાનોને બગાડી રહી છે

આ લિસ્ટમાં એક નામ એડ થઇ ગયુ છે જે છે ચેતન ભગત. થોડા સમયથી ચેતન ભગત અને ઉર્ફી જાવેદની ચેટ અને કમેન્ટના સ્કિન શોટ વાયરલ થયા બાદ ઉર્ફી પણ જવાબ આપવા માટે મેદાનમાં ઉતરી છે. થોડા સમય પહેલાં અભિનેત્રી ચેતન ભગત પર ગુસ્સે થઈ હતી, જેનું કારણ હતું ચેતન ભગતના વાયરલ થઈ રહેલ સ્ક્રીન શોટ.. જેમાં હતુ કે, ઉર્ફી ‘યુવાનોને બગાડી રહી છે’.

સોશિયલ મીડિયા પર લેખક પર આકરા પ્રહારો કર્યા હતા

ચેતન ભગતનું આ નિવેદન ઉર્ફીને સારું ન લાગ્યું અને તેણે સોશિયલ મીડિયા પર લેખક પર આકરા પ્રહારો કર્યા હતા. ઉર્ફીના આ આક્ષેપ પર હવે ચેતન ભગતે પણ પ્રતિક્રિયા આપી છે. ચેતન ભગતે ટ્વિટ કરીને ઉર્ફી જાવેદના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ચેતન ભગતે પોતાના ટ્વિટમાં લખ્યું – ‘મેં ક્યારેય કોઈની સાથે વાતચીત કરી નથી.મારા પર લાગી રહેલ આ આક્ષેપ ખોટા છે. મેં કોઈની ટીકા નથી કરી અને મને લાગે છે કે, લોકોએ ઇન્સ્ટા પર સમય વ્યર્થ કરવો ન જોઇએ. તેમજ પોતાની ફિટનેસ-કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ. મારી આ ટિપ્પણીમાં કંઈ ખોટું નથી.

નામ લઈને નથી આપ્યો જવાબ

જો કે ચેતન ભગતે પોતાના ટ્વીટમાં કોઈનું નામ લખ્યું નથી. ચેતન ભગતે એક ઈવેન્ટમાં ઉર્ફી જાવેદ વિશે કહ્યું હતું કે, ‘આજે યુવાનો ઉર્ફી જાવેદના વીડિયો ફોટો જોઇ રહ્યાં છે તેમજ લાઇક કરી રહ્યાં છે. જોકે ઉર્ફીના ડ્રેસ કે અન્ય બાબતે ભગતે કહ્યું હતુ કે, અહીં ઉર્ફીની ભૂલ નથી. તે પોતાની કારકિર્દી બનાવી રહી છે પરંતુ લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે. હું પણ આજે ઉર્ફીના બધા ફોટા જોઈને આવ્યો છું.

રેપ કલ્ચરને પ્રોત્સાહન

ભગતના આ નિવેદન પર ઉર્ફીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘તમારી આ પ્રકારની માનસિકતા જ લોકોમાં રેપ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે, તેને રોકો. પુરુષો ભૂલો કરતા રહે છે અને તેના માટે મહિલાઓ દોષિત ઠરે છે, તે 80ના દાયકાની વાત છે મિસ્ટર ચેતન ભગત. અને વાત રહી યુવાધનને બગાડવાની તો તમારા જેવા લોકો તેમને શીખવે છે કે કેવી રીતે પોતાની ભૂલોનો દોષનો ટોપલો બીજા પર ઢોળવો. તમે મને નહિ પણ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર

GSTV Web Desk

વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે

Akib Chhipa

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa
GSTV