GSTV

ચેક ભરવામાં આજથી રાખજો સાવધાની નાની સરખી ભૂલ પણ પડી જશે ભારે

ડિજીટલ લેણ-દેણનાં આ જમાનામાં ચેકના દ્વારા પૈસાની લેણ-દેણ આજે પણ પ્રાસંગિક છે. ચેક દ્વારા પૈસાની લેણદેણ પર લોકો આજે પણ પહેલા કરતાં વધારે સુરક્ષિત માને છે. ઈન્ટરનેટ દ્વારા ઘણા પ્રકારના ફ્રોડ સામે આવતા રહે છે. ચેકથી લેણ-દેણ માટે નિયમો અને શરતો નિર્ધારિત છે. ચેક કેવી રીતે ભરવાનો છે, ચેકમાં શું-શું જાણકારીઓ આપવાની છે. અને ચેક બાઉંસ કયા કારણોથી થાય છે વગેરે.

ઘણીવાર જોવા મળે છેકે, લોકો ચેક ભરતી વખતે ભુલો કરે છે અને ચેક બાઉન્સ થાય છે. ચેક બાઉન્સ થવા પર ગ્રાહકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે. એવાં ચેકમાં નાનકડી ભૂલ તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેથી તમારે તે જાણવું જરૂરી છેકે, ચેકમાં કંઈ ભુલો કરવી જોઈએ નહી.

ચેક ઉપર ઓવર રાઈટિંગ અથવા બે રંગોની પેનનો ઉપયોગ કે લખાણને કાપવા જેવી ભુલો કરવી જોઈએ નહી. તેનાંથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડે છે. ચેક ભરવામાં ભુલ કરવા પર તમારો ચેક બાઉન્સ થઈ શકે છે. બેંક તમારા ખાતામાંથી દંડનાં રૂપમાં પૈસા કાપી લે છે. અલગ-અલગ બેંકો અલગ-અલગ દંડ વસુલે છે.

ઘણીવાર જોવા મળે છેકે, જ્યારે એક ખાતાધારક ચેકમા જે અમાઉન્ટ નોંધે છે. એટલી રકમ ખાતામાં હોતી નથી. એટલી રકમ ન હોવી અને બીજી સાઈનમાં બદલાવને કારણે ચેક બાઉન્સ થઈ જાય છે. શબ્દ લખવામાં ભૂલ કે ચેક પર ઓવરરાઈટિંગ હોવું વગેરે પણ ચેક બાઉન્સ થવાના મોટા કારણોમાં સામેલ છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!