GSTV

કોઈ ધંધો કરતાં પહેલાં જાણી લો આ કાયદો, જો આ ભૂલ થઈ તો જેના નામે ધંધો હશે તેને થશે સજા

જો પરિવારમાં કોઈ સભ્યના નામે ધંધો ચાલી રહ્યો છે, તો કોઈ ચેક બાઉંસ થવા પર વ્યવસાય કરનારા નહી, પરંતુ જેના નામથી ધંધો છે, તેને જેલમાં જવું પડી શકે છે.કોર્ટે આ પ્રકારનાં એક કેસમાં વ્યવસાય કરનારા પતિને છોડીને તેની પત્નીને (જેમના નામે ધંધો ચાલી રહ્યો હતો) સજા અને દંડ ફટકાર્યો હતો. કોર્ટે મહિલાને છ મહિનાની કેદની સજા ફટકારી છે અને 1.5 લાખ રૂપિયાનો દંડ ભરવા જણાવ્યું છે. દોષિત મહિલા એક ગૃહિણી મહિલા છે જેના નામથી આ ધંધો ચાલતો હતો, પરંતુ આ ધંધો તેનો પતિ ચલાવે છે.

કોર્ટે એવી દલીલને ફગાવી દીધી હતી કે,મહિલાનો પતિ વ્યવસાયને જોઈ રહ્યો છે. સિવિલ જજ ધીરજ મિત્તલે બચાવ પક્ષની દલીલને નકારી કાઢી હતી કે જેમાં એમ જણાવ્યું હતું કે, આરોપી ગૃહિણી મહિલા છે અને તેનો પતિ મેસર્સ શ્રીદુર્ગા કલર સેલ્સ કોર્પોરેશનના કામની દેખરેખ રાખે છે. બાઉન્સ થયેલો ચેક વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શનની સિક્યોરિટી માટે આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સ્ત્રીની કોઈ જવાબદારી બનતી નથી.

આ તરફ, અન્ય પક્ષની સલાહકારે દલીલ કરી હતી કે, આરોપીને કડક સજા થવી જોઈએ કારણ કે તેણે ધંધાનો ચેક આપ્યો હતો. બેંકમાં યોગ્ય રકમના અભાવે ચેક ચૂકવાયો ન હતો. આ કેસ વર્ષ 2018થી પેન્ડિંગ છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આરોપીએ 1,20,672 રૂપિયાનો ચેક આપ્યો હતો અને તેની ચૂકવણી સમયસર કરવામાં આવે તેની ખાતરી કરવાની તેની જવાબદારી છે. તમામ તથ્યો જોયા બાદ કોર્ટે આરોપીને છ મહિનાની સજા સંભળાવી હતી અને વળતર રૂપે તેના પર 1.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે મહિલાને એક મહિનામાં દંડ ભરવા જણાવ્યું છે. ચુકાદા સામે અપીલ કરવા અદાલતે 30 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો અને તેને 20 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને જામીન રકમ પર જામીન આપ્યા હતા.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!